ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
04 નવેમ્બર 2020
સિંગાપૂર વર્ષ 2021ના પ્રારંભમાં 1,000 સિંગાપોર ડોલર કરન્સીની નોટ છાપવાનું બંધ કરી રહ્યો છે. સિંગાપોર દેશની સૌથી મોટી નોટ છાપવાનું બંધ કરીને મની લોન્ડ્રીંગ અને આતંકવાદી ભંડોળના જોખમને ઘટાડવા માંગે છે. દરમિયાન સિંગાપોરના મોનેટરી ઓથોરિટીએ જણાવ્યું હતું કે ડિસેમ્બર 2020 સુધી દર મહિને મર્યાદિત માત્રામાં 1000 ડોલરની નોટો ઉપલબ્ધ કરવામાં આવશે.
સરકારે આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ નોટબંધીનું આ પગલું ભર્યું છે. સિંગાપુરની કેન્દ્રીય બેન્ક MAS એ આ અંગે જણાવ્યું છે કે, ઘણાં પ્રમુખ દેશોએ પહેલાથી જ મોટી નોટ જારી કરવાનું બંધ કરી દીધૂ છે અને તેઓ પણ હવે જરૂરત ના આધારે પગલું ભરી રહ્યા છે. MAS ઇલેક્ટ્રોનિક ચુકવણીનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. ઉલ્લેખનીય છે કે 100 સિંગાપોર ડોલર એ સિંગાપોરની 1000 સિંગાપુર ડોલર પછીનું સૌથી મોટું ચલણ છે. 1,000 સિંગાપોર ડોલરનું મૂલ્ય હાલમાં 54,501 રૂપિયા જેટલું છે.
MAS એ આગળ જણાવ્યું કે, 1,000 સિંગાપોર ડોલરની નોટ જે બજારમાં છે તે ચાલુ રહેશે અને ચુકવણી માટે તેનો ઉપયોગ પણ કરી શકાશે. બેંકોમાં 1000 ડોલરનું ચલણ જમા થઈ શકે છે બેન્ક ઇચ્છે તો ફરીથી માર્કેટમાં ચલાવી શકાય છે. MAS અન્ય ચલણની નોટો ખાસ કરીને 100 સિંગાપોર ડોલરની નોટને યોગ્ય માત્રામાં આપવાનું ચાલુ રાખશે.
