ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 નવેમ્બર 2021
મંગળવાર.
ભારતીયો માટે વધુ ગર્વ લેવાનો વખત આવ્યો છે. ટ્વીટરના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર (CEO) પદે ભારતીય મૂળના પરાગ અગ્રવાલની નિમણૂક કરવામાં આવી છે. એ સાથે જ હવે યુનાઈટેડ સ્ટેટની 6 જાયન્ટ કંપનીઓનું સંચાલન ભારતીય મૂળની વ્યક્તિઓના હાથમાં આવી ગયું છે Google, Microsoft, Adobe, IBM, Palo Alto Networks અને હવે તેમાં Twitter પણ જોડાઈ ગયું છે. ભારતમાં જન્મેલા અને મોટા થયેલા પરાગ અગ્રવાલના હાથમાં ટ્વીટરની કમાન આવી છે. સોમવારે તેમને ટ્વીટરના CEO જાહેર કરવામાં આવ્યા હતા.
Google CEO સુંદર પિચાઈ છે, Microsoft CEO સત્ય નડેલા છે, Adobe CEO શાંતનુ નારાયણ છે, IBM CEO અરવિંદ કૃષ્ણ છે, Palo Alto Networks CEO છે નિકેશ અરોરા અને છેલ્લે તેમાં હવે Twitter CEO તરીકે પરાગ અગ્રવાલના નામનો સમાવેશ થઈ ગયો છે.
ભારતીય-અમેરિકન પરાગ અગ્રવાલને Twitterના નવા CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા પછી, વિશ્વના ત્રીજા-સૌથી મોટા યુનિકોર્ન બિઝનેસ સ્ટ્રાઇપના CEO, પેટ્રિક કોલિસને જણાવ્યું હતું કે “Google, Microsoft, Adobe, IBM, Palo Alto Networks અને હવે Twitter ભારતમાં મોટા થયેલા CEO દ્વારા ચલાવવામાં આવે છે. ટેક્નોલોજીની દુનિયામાં ભારતીયોની સફળતા અદ્ભુત છે. અમેરિકા ઇમિગ્રન્ટ્સને આપેલી તકનું તે એક સારું રીમાઇન્ડર છે. (અભિનંદન, @પરાગા!)," કોલિસને કહ્યું.
ટ્વિટરના સીઈઓ જેક ડોર્સીએ સોમવારે રાજીનામું આપ્યું હતું અને ભારતીય મૂળના પરાગ અગ્રવાલ તેમના અનુગામી બન્યા હતા. પરાગ IIT બોમ્બેના સ્નાતક છે જેણે માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર ચીફ ટેક્નોલોજી ઓફિસર તરીકે સેવા આપી છે.