ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૨ જૂન ૨૦૨૧
મંગળવાર
દેશમાં કોરોના અને તેના વેક્સિનેશનમાં એક નવો ટ્રેન્ડ જોવા મળ્યો છે. લોકો વેક્સિનેશન લેવા માટે વિદેશ જઈ રહ્યા છે, જેથી વેક્સિન પણ મળી જાય અને સાથે ફરવાનું પણ થઈ જાય. લોકો પ્રચલિત દેશોમાં ફરીને વેક્સિન લઈ રહ્યા છે. અનેક દેશોએ એકબીજા સાથે કરાર કર્યો છે. જેમાં વેક્સિન નિર્માતા દેશ ટ્રાવેલના ઉદ્દેશ સાથે અન્ય દેશ સાથે કરાર કરે છે.
હવે આ અંગે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અનેક ભારતીયો નેપાળ જઈને ચીની વેક્સિન મુકાવી રહ્યા છે. વૈજ્ઞાનિકોના મતે ચીની વેક્સિન વધારે અસરકારક નથી. એક મીડિયા હાઉસના અહેવાલ મુજબ કાઠમંડુની હૉસ્પિટલમાં લોકો બૅગ લઈને વેક્સિન લેવા માટે લાઇનમાં ઊભા હતા. તપાસ કરતાં જણાયું હતું કે તેઓ વેક્સિન લઈને ચીન જવા ઇચ્છતા હતા.
અહીં ઉલ્લેખનીય છે કે ચીનમાં પ્રવેશ મેળવવા માટે લોકોએ ચીનની વેક્સિન લીધેલી હોય એ ફરજિયાત છે. આવી પરિસ્થિતિમાં જે લોકો વેપાર માટે ચીન જવા ઇચ્છતા હતા તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. જે ભારતીયો ચીન સાથે બિઝનેસ કરે છે એ લોકો ભારતની વેક્સિન લેશે તો તેમને કોરોના સામે રક્ષણ મળશે, પરંતુ બિઝનેસ માટે ચીનમાં એન્ટ્રી મળશે નહીં. આ કારણસર લોકો નેપાળ જઈને ચીની વેક્સિન લઈ રહ્યા હોય એવી શક્યતા છે.
ભારતના આ પાડોશી દેશના વડાપ્રધાને આપ્યું વિવાદિત નિવેદન, કહ્યું ‘યોગની ઉત્પત્તિ ભારતમાં નથી થઈ’
જોકે, નેપાળની હેલ્થ મિનિસ્ટ્રીએ આ વાતને રદિયો આપ્યો છે. ભારતથી લોકો નેપાળમાં વેક્સિન લેવા માટે જઈ રહ્યા છે એનો કોઈ પુરાવો નથી એવી સ્પષ્ટતા નેપાળ તરફથી કરવામાં આવી છે.