ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 06 સપ્ટેમ્બર, 2021
સોમવાર
પશ્ચિમ આફ્રિકાના દેશ ગિનીની સરકાર ભંગ કરી દેવામાં આવી છે સાથે જ દેશની સરહદોને સીલ કરી દેવામાં આવી છે.
આ જાહેરાત ગિની સૈન્ય દ્વારા સરકારી ટીવી પર કબજો કર્યા બાદ કરવામાં આવી છે. હાલ નાનકડા દેશ ગિનીની સત્તાને લઇને સૈન્ય તેમજ સરકાર વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે.
ગિનીના કોનાક્રીમાં રાષ્ટ્રપતિ ભવન પાસે ભારે ગોળીબાર થયો હતો. આ ગોળીબાર એવા સમયે સામે આવ્યો છે જ્યારે ગિની દેશની સત્તા સૈન્યએ પોતાના હાથમાં લઇ લીધી હોવાના રિપોર્ટ સામે આવ્યા છે.
સરકારી અિધકારીનું કહેવુ છે કે આ ગોળીબારમાં રાષ્ટ્રપતિ નથી ઘવાયા અને તેઓ સુરક્ષિત છે. પરંતુ આ ગોળીબારમાં ત્રણ જવાનો માર્યા ગયા હોવાના અહેવાલો છે.
દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ હુમલા પાછળ એક ફ્રાંસના પૂર્વ સેનાપતિ મામાડી ડૌંબૌયાના નેતૃત્વમાં ગિની સેના સામેલ છે.
ઉલ્લેખનીય છે કે ગિનીના પ્રેસિડન્ટ કોંડે 83 વર્ષના છે અને એમનો આ ત્રીજો કાર્યકાળ છે. જે વિવાદોથી ભરેલો હતો.
સૌથી મોટા સમાચાર : પંજશીર પ્રાંત યુદ્ધ હારી ગયું. તાલિબાન જીત્યું.