ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 06 સપ્ટેમ્બર, 2021
સોમવાર
દક્ષિણ આફ્રિકાના ફિનિક્સ શહેરમાં જેકબ જુમાના મુદ્દે ભારતીયો અને અશ્વેત નાગરિકો વચ્ચે ચાલી રહેલાં ઘર્ષણે એક વખત ફરીથી હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે.
ભારતીયોએ ખુબ જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને હિંસા આચરી હતી જેમાં એક ડઝન જેટલા અશ્વેત નાગરિકોને મોતને ઘાટ ઉતારી દીધા છે.
ફિનિક્સ શહેરની સડકો પર ભારતીયોના ઝનૂની ટોળાએ અશ્વેત નાગરિકોની અવર-જવર રોકી દીધી હતી અને અશ્વેત લોકોને શોધી શોધીને તેઓને નિશાન બનાવી રહ્યા છે.
ક્રિકેટનું બેટ, હોકી, લોખંડના સળિયા, હથોડા જેવા ઓજારોને હથિયારો બનાવીને ભારતીયોના ઉશ્કેરયેલા એક ટોળાએ એક મીની બસને રોકીને તેમાં બેઠેલા અશ્વેત યુવાનો ઉપર ખુબ જ ઘાતક રીતે તૂટી પડયા હતા.
વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થયેલા મેસેજ બાદ ભડકી ઉઠેલી હિંસા દરમ્યાન ભારતીયોના ટોળાએ એક મીની બસમાં મુસાફરી કરી રહેલા ઇલામીની નામના અશ્વેત નાગરિક અને તેના મિત્રોને ચારેબાજુઓથી ઘેરી લીધા હતા અને તેઓને ઢોર માર માર્યો હતો.
જો કે ઇલામિનિના કેટલાંક મિત્રો આ ઝનૂની બનેલા ટોળામાંથી સલામત રીતે ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.
આ ઘટના બાબતે ક્લાઝૂલૂ પ્રાંતના મુખ્યમંત્રી સિહલે ઝિકાલાલાએ કહ્યું હતું કે હિંસામાં માર્યા ગયેલા લોકો તદ્દન નિર્દોષ હતા અને તેઓ પ્રવસન હેતુ આવ્યા હતા.
રાજ્યના ગૃહમંત્રીના કહેવા મુજબ ભારતીયોએ જે 36 લોકો ઉપર હુમલો કર્યો હતો તે પૈકીના 33 લોકો અશ્વેત હતા. પોલીસે આ હિંસા સંદર્ભે 56 લોકોની ધરપકડ કરી હતી.