આતે કેવી કરુણતાં: દક્ષિણ આફ્રિકાના રેન્જરને એના જ પાળતું સિંહોએ મોતને ઘાટ ઉતાર્યો..

by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો

મુંબઇ

31 ઓગસ્ટ 2020

ખૂંખાર પશુ-પ્રાણીઓને પાળતું બનાવવા ઘણી વાર જીવ માટે જોખમકારક બને છે. એવા જ એક કિસ્સો સામે આવ્યો  છે. દક્ષિણ આફ્રિકાના એક સંરક્ષકની તેના જ પાળતું સફેદ સિંહો દ્વારા હત્યા કરવામાં આવી છે. મિસ્ટર વેસ્ટ મેથ્યુસન (69) બે સફેદ સિંહો સાથે ફરતા હતા ત્યારે એક સિંહે અચાનક હુમલો કરતાં તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટના દક્ષિણ આફ્રિકાના ઉત્તરી લિમ્પોપો પ્રાંતમાં બની હતી. તેમનાજ કુટુંબની માલિકીની લાયન ટ્રી ટોપ લોજના પરિસરમાં બની છે.

"અંકલ વેસ્ટ" તરીકે જાણીતા રેંજરે  સિંહો નાના બચ્ચા હતા ત્યારથી ઉછેર્યાં હતાં. અને તેમની સાથે વાતચીત કરવા માટે ટેવાયેલા હતા. પાળતું સિંહે હુમલો કર્યો ત્યારે મિસ્ટર મેથ્યુસનની પત્ની ગિલ (65) પણ તેમની સાથે હતી. આ ઘટના બાદ સિંહોને અસ્થાયી રૂપે અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. હવે વનવિભાગ ના ઓફિસરો સાથે ચર્ચા વિચારણા કરી આ સફેદ સિંહોને જંગલમાં અથવા તો કોઈ ઝુ માં છોડી દેવાશે એવું હાલ નક્કી થયું છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More