કાબૂલ એરપોર્ટ પર અફઘાન ફોર્સ અને અજાણ્યા હુમલાખોરો વચ્ચે ગોળીબાર, એક જવાનનું મોત અને આટલા   ઘાયલ થયા 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 23 ઓગસ્ટ.  2021

સોમવાર.

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ સમગ્ર દેશમાં ગભરાટનું વાતાવરણ છે. 

લોકો દેશ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. અન્ય આતંકવાદી સંગઠનો પણ આનો લાભ લઈ રહ્યા છે. 

પ્રાપ્ત જાણકારી અનુસાર, કાબુલ એરપોર્ટના ઉત્તર ગેટ પર આજે અફઘાન સૈનિકો અને અજાણ્યા હુમલાખોરો વચ્ચે ગોળીબાર થયો છે. 

આ ગોળીબારમાં એક અફઘાન સૈનિક માર્યો ગયો, જ્યારે ત્રણ સૈનિકો ઘાયલ થયા છે. અમેરિકન અને જર્મન સેનાઓ પણ આ યુદ્ધમાં સામેલ હતી. 

જોકે, હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે ફાયરિંગની આ ઘટના કોની તરફથી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે કાબુલ એરપોર્ટની સુરક્ષા હાલમાં યુએસ આર્મી પાસે છે.

કમાલ કહેવાય! પાકિસ્તાની ઠગે વિશ્વની આ ધનાઢ્ય વ્યક્તિના આટલા કરોડ રૂપિયા લૂંટી લીધા, આરોપીને થઈ 291 વર્ષની સજા
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More