ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 ઑક્ટોબર, 2021
શનિવાર
દેશ-વિદેશના અનેક સરફરેલ રાજા-મહારાજાઓની વિચિત્ર આદત સાંભળીને મગજ ચકરાવે ચઢી જાય એવું છે. સ્પેનના રૉયલ ફૅમિલીના ભૂતપૂર્વ રાજા ઝુઆન કાર્લોસે 1975ની સાલમાં રાજગાદી સંભાળી હતી. કોઈને ચીઢ ચઢાવે એવી તેની આદત સાંભળીને સૌ ચોંકી ગયા હતા.
એક વિદેશી અખબારના દાવા મુજબ જુઆન એક સેક્સ એડિક્ટેડ માણસ હતો. તેની આ ગંદી આદત પૂરા દેશ માટે ચિંતાનો વિષય બની ગયો હતો, કારણકે તેની આદતને કારણે દેશ બદનામ થઈ રહ્યો હતો.
સ્પેનના ભૂતપૂર્વ પોલીસ કમિશનર જોસ મૈનિયુલે એક સુનાવણી દરમિયાન ચોંકવનારો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જુઆનને સેક્સની એટલી ખરાબ આદત પડી ગઈ હતી કે તેણે 5,000થી વધુ મહિલાઓ સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેની આદત દેશની સમસ્યા બની ગઈ હતી. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તેના શરીરમાં ફીમેન હોર્મોન્સ નાખવા પડ્યા, જેથી કરીને તેના અંદરના પુરુષ હોર્મોનને ઓછો કરી શકાય.
થાણેમાં ગેરકાયદે ફેરિયાની ગુંડાગીરી તો જુઓ; પાલિકાના કર્મચારીઓને, કહ્યું-તમારી ગરદન ઉડાવી નાખીશ
એક અન્ય અખબારના દાવા મુજબ તો આ રાજાએ તો પ્રિન્સેસ ડાયનાને પણ પોતાની પ્રેમિકા બનવા માટે ઑફર કરી હતી. આ દાવામાં કેટલી સચ્ચાઈ છે એ તો ખબર નથી, પરંતુ સ્પેનિશ ઇતિહાસકાર અમેડીઓ માર્ટિનેઝે જુઆન પર એક બુક લખી હતી, જેમાં તેમણે રાજાના 5,000 મહિલાઓ સાથે શારીરિક સંબંધ હોવાનું લખવામાં આવ્યું હતું. તેણે ફક્ત 6 મહિનામાં જ 62 મહિલાઓ સાથે સંબંધ પ્રસ્થાપિત કર્યા હતા.
હાલ આ રાજા અબુધાબીમાં રહે છે, તેમના પર પૈસાની હેરા-ફેરીનો પણ આરોપ લાગ્યો હતો. તેથી તેમને દેશ છોડીને ભાગી છૂટવું પડ્યું હતું.
