News Continuous Bureau | Mumbai
શ્રીલંકા(Srilanka) ગંભીર આર્થિક સંકટનો(Economic crisis) સામનો કરી રહ્યું છે. દેશમાં લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આ વચ્ચે શ્રીલંકાની કોર્ટે પૂર્વ પ્રધાનમંત્રી(PM) મહિન્દા રાજપક્ષે(Mahinda Rajapaksa), તેમના પુત્ર સહિત ૧૫ લોકોને દેશ છોડી જવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. તો કોલંબો કોર્ટે પોલીસને તે તપાસ કરવાનો આદેશ આપ્યો કે શાંતિપૂર્ણ ચાલી રહેલું પ્રદર્શન(Protest) આખરે હિંસક કેમ બની ગયું? મહત્વનું છે કે હિંસામાં ૯ લોકોના મોત થયા છે.
કોલંબો કોર્ટમાં(Colambo court) પૂર્વ પ્રધાનમંત્રી મહિન્દા રાજપક્ષે વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કરવાને લઈને અરજી દાખલ કરવામાં આવી હતી, જેને કોર્ટે નકારી દીધી છે. કોર્ટ પ્રમાણે પોલીસની પાસે તે અધિકાર છે કે તે કોઈ શંકાસ્પદને કસ્ટડીમાં લઈ શકે છે. જાે પોલીસને લાગે છે કે કોઈ શંકાસ્પદ છે તો તેને પોલીસ કોઈ મંજૂરી વગર પણ ધરપકડ કરી શકે છે.
આ સમાચાર પણ વાંચો: મોટા સમાચાર : સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા આ દેશના રાષ્ટ્રપતિનું થયું નિધન.. જાણો વિગતે
કોર્ટમાં દાખલ અરજીમાં કહેવામાં આવ્યું કે પૂર્વ પીએમ મહિન્દા રાજપક્ષેના ત્રણ હજાર સમર્થકોએ કોલંબોમાં ચાલી રહેલા શાંતિપૂર્ણ પ્રદર્શન પર હુમલો કરી હિંસા ભડકાવવાનું કામ કર્યું હતું. અરજીમાં કહેવામાં આવ્યું કે સરકારના સમર્થકોએ શાંતિથી પ્રદર્શન કરી રહેલા લોકો પર હુમલો કર્યો ત્યારબાદ પ્રદર્શન ઉગ્ર બની ગયું હતું.