Site icon

લંકામાં દહન- રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવ્યા બાદ પ્રદર્શનકારીઓએ સ્વિમિંગ પૂલમાં માર્યા ધુબાકા-જુઓ વીડિયો- જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai 

ભારત(India)ના પાડોશી દેશ શ્રીલંકા(Sri lanka)માં સ્થિતિ વધુ વિકટ બનતી જઈ રહી છે. અહીં સરકાર વિરુદ્ધ ભારે વિરોધ પ્રદર્શન(protest) થઈ રહ્યા છે. ગુસ્સે ભરાયેલા લોકોએ રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે(President Gotbaya Rajapaksa)ના નિવાસસ્થાન(resident)ને ચારેતરફથી ઘેરાવ કર્યો છે. જે બાદ તેમને પોતાનું ઘર છોડીને ભાગવું પડ્યું છે. 

Join Our WhatsApp Community

 

દરમિયાન સોશિયલ મીડિયા પર પ્રદર્શનકારીઓનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ રાષ્ટ્રપતિ ભવન(Rashtrapati Bhavan) ખાતેના સ્વિમિંગ પૂલ(swiminig pool)માં ધુબાકા મારીને મજા માણી રહ્યા છે. વિડીયોમાં રાષ્ટ્રપતિ ભવનમાં મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે. ચારે બાજુ અરાજકતાનો માહોલ છે. આ વાતાવરણમાં કેટલાક લોકો સ્વિમિંગ પૂલમાં મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. તે જ સમયે કેટલાક પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ ભવનમાં હાજર બેડરૂમમાં ગયા અને અંદર બેડ પર હંગામો મચાવ્યો હતો. સાથે રાષ્ટ્રપતિના આવાસ(Rashtrapati Bhavan)માં પણ ભારે તોડફોડ કરી હતી.

 

કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે પ્રદર્શનકારીઓને રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશતા રોકવા માટે ટીયર ગેસ(tear gase)ના સેલ પણ છોડ્યા હતા, પરંતુ પ્રદર્શનકારીઓ અડગ રહ્યા હતા. આ વિરોધમાં અનેક લોકો ઘાયલ થયા છે. 

આ સમાચાર પણ વાંચો : કુદરત વીફર્યું- અમરનાથ ગુફા પાસે વાદળ ફાટ્યું- 15થી વધુ યાત્રીઓના મોત- આટલા યાત્રાળુઓ હજી ગુમ- જાણો વિગત

Nepal: નેપાળને મળ્યા પ્રથમ મહિલા વડાપ્રધાન, જાણો કોણ છે સુશીલા કાર્કી જેમના નામ પર સહુ થયા એકમત
Gold smuggling: નેપાળમાં થયેલા વિરોધ પ્રદર્શન નો જેલ ના કેદીઓ એ ઉઠાવ્યો લાભ, આ કુખ્યાત દાણચોર થયો ફરાર
NASA: નાસાનો ચીનને મોટો ઝટકો: ચીની નાગરિકો માટે આ પ્રોગ્રામ પર લાદ્યો પ્રતિબંધ
Sushila Karki: નેપાળના પીએમ પદના ઉમેદવાર સુશીલા કાર્કીએ પીએમ મોદીના વખાણ માં કહી આવી વાત
Exit mobile version