News Continuous Bureau | Mumbai
શ્રીલંકા હાલ અત્યાર સુધીના સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે.
દરમિયાન, રવિવારે મોડી રાત્રે શ્રીલંકા સરકારના સમગ્ર કેબિનેટે તાત્કાલિક અસરથી રાજીનામું આપી દીધું છે.
દેશના શિક્ષણ પ્રધાન અને ગૃહના નેતા દિનેશ ગુણવર્દનેએ કહ્યું કે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે અને પીએમ મહિન્દા રાજપક્ષે સિવાય તમામ 26 મંત્રીઓએ શ્રીલંકાના વડાપ્રધાનને તેમના રાજીનામા સોંપી દીધા છે.
જોકે, તેમણે કેબિનેટના આ સામૂહિક રાજીનામાનું કોઈ કારણ આપ્યું નથી.
આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાને આ સમસ્યામાંથી બહાર કાઢવા માટે સર્વપક્ષીય રખેવાળ સરકારની રચનાની માંગ જોર પકડવા લાગી છે.
આ સમાચાર પણ વાંચો : શ્રીલંકામાં સ્થિતિ વધુ વણસી, ઈમરજન્સી-લોકડાઉન બાદ હવે સરકારે આના પર પણ મુક્યો પ્રતિબંધ; જાણો વિગતે
