News Continuous Bureau | Mumbai
ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં(Srilanka) કટોકટી વચ્ચે હવે રાજકીય સંકટ(Political crisis) ઊભું થયું છે.
મહિન્દા રાજપક્ષેએ(Mahinda Rajapaksa) પોતાનું રાજીનામું શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષેને(Gotabaya Rajapaksa) સોંપી દીધું છે.
ટાપુ રાષ્ટ્રમાં આર્થિક કટોકટી(Economic crisis) અંગેના વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસક અથડામણો બાદ વડા પ્રધાન(PM) અને આરોગ્ય પ્રધાને(Health minister) તેમના હોદ્દા પરથી રાજીનામું(Resignation) આપ્યું છે
ગત સપ્તાહે મુખ્ય વિપક્ષી નેતા સિરિસેનાએ(Sirisena) રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી, જેમાં નક્કી થઈ ગયું હતું કે વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે રાજીનામું આપશે.
શ્રીલંકામાં આર્થિક સ્થિતિ બદતર બની ગઈ છે, જેને કારણે સામાન્ય લોકો સરકારવિરોધી પ્રદર્શનો(Protest) કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : વધી શકે છે વ્લાદિમીર પુતિનની પરેશાનીઓ, અમેરિકા બાદ હવે ‘આ’ દેશોએ ‘રશિયન તેલની આયાત નહીં કરવાની’ લીધી પ્રતિજ્ઞા; જાણો વિગતે