Site icon

ચીન ફરી દુનિયાનુ ટેન્શન વધાર્યુ. ખંધા ચીને તેના શહેરોમાં ફરી લાદ્યો આકરો લોકડાઉનઃ માણસની સાથે જાનવરોના ચાલવા પર પણ પ્રતિબંધ. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

ભારતમાં ત્રીજી લહેર નિયંત્રણમાં આવી ગઈ છે. પરંતુ યુરોપની સાથે જ ચીન કોરોનાની ચોથી લહેરનો ગંભીર સામનો કરી રહ્યું છે. ચાઈનામાં કોરોનાના પ્રતિદિન નોંધાતા કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેથી કોરોનાને બેકાબુ થતો રોકવા ચીને તેના અનેક શહેરોમાં સખત લોકડાઉન લાદી દીધો છે, જેમાં તેના આર્થિક પાટનગર કહેવાતા શાંઘાઇમાં પણ તેણે લોકડાઉન અમલમાં મૂકી દીધો છે. જોકે આ વખતે ચીને લોકડાઉનમાં માણસોની સાથે જ  જાનવરોના બહાર નીકળવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : યુદ્ધના અંતનાં એંધાણ? રશિયા અહીં સૈન્ય કાર્યવાહી ઘટાડશે પણ સાથે સાથે યુક્રેને પણ પાળવું પડશે આ મહત્વનું વચન; જાણો વિગતે

મળેલ માહિતી મુજબ શાંઘાઇમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉન અત્યાર સુધીનો સૌથી મોટો લોકડાઉન છે, જેમાં શાંઘાઈના પૂર્વ હિસ્સામાં માણસોની સાથે જ અહીં હવે જાનવરોની અવરજવર પર પણ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે, તેને કારણે દુનિયાનું ટેન્શન વધી ગયું છે. મંગળવારે અહીં 4,477 કેસ નોંધાયા બાદ સરકારે આ નિર્ણય લીધો હોવાનું કહેવાય છે. 

Bangladesh Earthquake: ધરતી ધ્રૂજી! બાંગ્લાદેશમાં વિનાશકારી ભૂકંપ, મૃત્યુઆંક વધવાની ભીતિ; ભારતમાં લોકો ઘરોમાંથી બહાર દોડ્યા.
Jr. Trump: ટ્રમ્પ જુનિયરનો ભારત પ્રવાસ: અમેરિકન અબજોપતિ રામા રાજુ મંતેનાના પુત્રી નેત્રા મંતેના અને વંશી ગડિરાજુના શાહી લગ્નમાં ઉદયપુરમાં આપશે હાજરી.
G20 Summit: PM મોદીનો ત્રણ દિવસનો G20 કાર્યક્રમ: દક્ષિણ આફ્રિકામાં કયા કયા મુખ્ય કાર્યક્રમોમાં હાજરી આપશે? જાણો સંપૂર્ણ વિગતો
Operation Sindoor: ઓપરેશન સિંદૂર માં ભારતે પાકિસ્તાનના કેટલા ફાઇટર જેટ તોડી પાડ્યા? મોટો ખુલાસો, ટ્રમ્પનો દાવો ખોટો પડ્યો!
Exit mobile version