Site icon News Continuous Bureau | Mumbai

લો બોલો, ચીને પોતાના મિત્રને પણ ઠગ્યું.. નેપાળીની ધરતી 9 ઈમારતો ચણી દીધી. સ્થાનિક પ્રજાએ કર્યાં ડ્રેગન વિરોધી સુત્રોચાર..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

23 સપ્ટેમ્બર 2020

નેપાળના હુમલા વિસ્તારમાં નવ ચીની ઇમારતોના નિર્માણનો સખત વિરોધ થઈ રહ્યો છે. નેપાળમાં ચીની દૂતાવાસની બહાર મોટી સંખ્યામાં વિરોધીઓ એકઠા થયા છે અને ગો બેક ચાઇનાના નારા લગાવી રહ્યા છે. એકબાજુ નેપાળી વડા પ્રધાન કેપી શર્મા ઓલી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની તેમની મિત્રતાને ઝડપથી મજબૂત કરી રહ્યા છે. તે જ સમયે, ડ્રેગન પણ ગતિથી તેમની જમીન પર કબજો કરી રહયું છે. નેપાળના હુમલા વિસ્તારમાં ચીને ઓછામાં ઓછી 9 ઇમારત બનાવી દીધી છે. નેપાળી મીડિયામાં ચીની ઘુસણખોરીના ચિત્રો વાયરલ થયા બાદ હવે ઓલી સરકાર દબાણમાં છે. સાથે જ તેની ચીનની અતિક્રમણ ની માહિતી વિદેશ મંત્રાલયને આપવામાં આવી છે. બીજો રિપોર્ટ નેપાળના ગૃહ મંત્રાલયને પણ મોકલ્યો છે.

નેપાળની એક વેબસાઇટના અહેવાલ મુજબ, સ્થાનિક મીડિયા અહેવાલોના આધારે હુમલાના સહાયક મુખ્ય જિલ્લા અધિકારીએ 30 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર દરમિયાન હુમલાના લપ્ચા-લિમી વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. આ સમય દરમિયાન, તેમણે નેપાળની ભૂમિ પર ચીને બનાવેલી 9 ઇમારતો જોઈ હતી. 

હુમલા જિલ્લાનો લપ્ચા-લિપુ પ્રદેશ મુખ્ય મથકથી દૂર હોવાને કારણે નેપાળનો આ ક્ષેત્ર હંમેશાં ઉપેક્ષિત રહ્યો છે. નેપાળે આ ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું નથી. નેપાળી અધિકારીઓ ક્યારેય આ ક્ષેત્રની મુલાકાત લેતા નથી. ચીને નેપાળની આ જ બેદરકારીનો લાભ ઉઠાવી આ ઇમારતો બનાવી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે નેપાળ સરકાર ટૂંક સમયમાં ચીની અધિકારીઓ સાથે આ મુદ્દો ઉઠાવશે.

Europe Youth Protests 6 Countries શું યુરોપ ફરી મોટા બળવાની દિશામાં? ફ્રાન્સ અને સ્પેન સહિત ૬ દેશોમાં લાખો યુવાનો રસ્તા પર જાણો કેમ સળગી ઉઠ્યા શહેરો!
Rawan Dahan ‘લંકેશની લંકા’માં કેવી રીતે ઉજવાય છે દશેરા? શું શ્રીલંકામાં પણ થાય છે રાવણ દહન? જાણો વાસ્તવિકતા
US Secretary Of State India Visit અમેરિકી વિદેશ મંત્રી ચાર મહિનામાં બીજી વાર ભારતની મુલાકાતે દિલ્હી છોડી મુંબઈજામનગર કેમ જઈ રહ્યા છે? જાણો મોટું કારણ
Netanyahu Remarks On Trump And India “અમેરિકા પર સંપૂર્ણ ભરોસો ન રખાય!” ઇઝરાયલ ચૂંટણી પહેલાં નેતન્યાહૂની ભવિષ્યવાણી ભારતઇઝરાયલ વ્યૂહાત્મક ડીલનું નવું ગણિત
Exit mobile version