ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 સપ્ટેમ્બર, 2021
શનિવાર
ચીન સરકારે તેના અન્ય નિર્ણયો સાથે સરમુખત્યારશાહીનો ફરી એક વાર પરિચય આપતાં ઉદ્ધતાઈ બતાવી છે. દેશની સામ્યવાદી સરકારે તાજેતરમાં ખાનગી શિક્ષકો પર પ્રતિબંધ મૂક્યો છે, જેમાં ચીન સરકારનું કહેવું છે કે તેનાથી બાળકો વિદેશી વિચારધારાથી પ્રભાવિત થઈ શકે છે. હવે દેશભરમાં વાલીઓએ આ અંગે સરકાર સામે વિરોધ શરૂ કર્યો છે.
નિષ્ણાતોનું કહેવું છે કે ચીન સરકારે આ નિર્ણય ખાનગી ક્ષેત્ર પર નજર રાખવા અને સરકારી શાળાઓને પ્રોત્સાહન આપવા માટે લીધો છે, પરંતુ તેની પાછળનો ઈરાદો એ પણ છે કે જો બાળકો માત્ર સરકારી શાળાઓમાં જ ભણે તો તેઓ ચીની સરકાર ઈચ્છે તે પ્રમાણે વિચારી શકશે. એટલે કે, ચીની સરકારનો હેતુ નાનાં બાળકોના મનને નિયંત્રિત કરવાનો છે.
ચીની સરકાર કોઈ પણ સ્વરૂપમાં વિદેશી હસ્તક્ષેપ નથી ઈચ્છતી.
માનવામાં આવે છે કે ચીની સરકાર નથી ઈચ્છતી કે દેશના વિદ્યાર્થીઓને કોઈ પણ સ્વરૂપે પશ્ચિમી દેશોની વિચારધારાનું જ્ઞાન હોય.
ભાઈ ઓલાનો જમાનો છે, દરેક સેકન્ડે 4 ઈ-બાઇક બુક થાય છે; જાણો વિગત
સરકાર શું કહી રહી છે
જોકે સરકાર દ્વારા એવી દલીલ પણ કરવામાં આવી રહી છે કે સરકારી શાળાઓ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેથી ખાનગી શાળાઓમાં બાળકો પરનું દબાણ ઘટાડી શકાય, પરંતુ સરકારનો આ તર્ક લોકોને પચી રહ્યો નથી.
ઉલ્લેખનીય છે કે ચીન પોતાના દેશમાં આવા સરમુખત્યારશાહી નિર્ણયો લેવા માટે પહેલાંથી જ કુખ્યાત છે. જોકે તાજેતરમાં ચીને ત્રણ બાળકોની નીતિ લાવીને તેના અઘરા નિર્ણયોમાં થોડી છૂટછાટનો સંકેત આપ્યો છે. જ્યારે દેશમાં છેલ્લા ઘણા દાયકાઓથી એક બાળ નીતિ અમલમાં હતી.
