News Continuous Bureau | Mumbai
Sunita Williams: સોશિયલ મીડિયા પર અવાર નવાર ડાન્સ ના વીડિયો વાયરલ થતા રહે છે. જ્યાં લોકો વિવિધ પ્રકારના ડાન્સ કરતા જોવા મળે છે. પરંતુ શું તમે ક્યારેય કોઈને અવકાશમાં ડાન્સ કરતા જોયા છે? જ્યાં લોકો બરાબર ચાલી શકતા નથી. ત્યાંનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Sunita Williams: જુઓ વિડીયો
Hugs all around! The Expedition 71 crew greets Butch Wilmore and @Astro_Suni aboard @Space_Station after #Starliner docked at 1:34 p.m. ET on June 6. pic.twitter.com/wQZAYy2LGH
— Boeing Space (@BoeingSpace) June 6, 2024
Sunita Williams: સુનિતા વિલિયમ્સ ફરી એકવાર અવકાશની સફર પર
અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ અવકાશમાં વધુ એક ઇતિહાસ રચ્યો છે. ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથીદાર બૂચ વિલમોર, જેઓ આ સ્પેસ મિશન ટીમનો ભાગ છે, તેમણે બોઈંગના સ્ટારલાઈનર અવકાશયાનને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) સાથે સફળતાપૂર્વક જોડ્યું છે.
આ સમાચાર પણ વાંચો : NDA Govt Formation : NDA સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ મોદીએ અડવાણી, જોશીને મળી લીધા આશીર્વાદ; જુઓ વિડિયો
ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ ફરી એકવાર અવકાશની સફર પર ગઈ છે. જ્યાં તેણે સ્પેસ સ્ટેશન પર પહોંચતાની સાથે જ ડાન્સ કરવાનું શરૂ કરી દીધું હતું. આ પછી તેના સાથીઓએ તેને ગળે લગાવીને અભિનંદન આપ્યા હતા. સોશિયલ મીડિયા પર લોકો સુનીતા વિલિયમ્સના ડાન્સને પસંદ કરી રહ્યા છે. લોકો આ વીડિયોને ખૂબ શેર કરી રહ્યા છે.
Sunita Williams: આ ત્રીજી અવકાશની યાત્રા
સુનીતા વિલિયમ્સે વર્ષ 2007 અને 2012માં અવકાશની યાત્રા કરી છે. આ તેમની ત્રીજી મુલાકાત છે. સુનીતા વિલિયમ્સે સ્પેસ સ્ટેશન પર પહોંચતાની સાથે જ ડાન્સ કરીને આ ઉજવણી કરી હતી. ડાન્સ કર્યા બાદ તેણે અંતરિક્ષમાં હાજર અન્ય અવકાશયાત્રીઓને પણ ગળે લગાવ્યા.
Listen to the @Space_Station crew's remarks welcoming #Starliner Crew Flight Test commander Butch Wilmore and pilot @Astro_Suni to ISS after entering today at 3:45 p.m. ET. pic.twitter.com/2TGVNQW89r
— Boeing Space (@BoeingSpace) June 6, 2024
સ્ટેશન પર બેલ વગાડીને સુનિતા વિલિયમ્સ અને તેના સહ-યાત્રી બૂચ વિલ્મોરનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે, વિલિયમ્સ અને વિલ્મોર લગભગ એક સપ્તાહ અંતરિક્ષમાં વિતાવશે અને વિવિધ પરીક્ષણોમાં મદદ કરશે અને વૈજ્ઞાનિક પ્રયોગો કરશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)