ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 ફેબ્રુઆરી 2022
ગુરુવાર
ભારતની હિન્દુ સંસ્કૃતિ માત્ર ભારતમાં જ નહી પરંતુ વિદેશમાં પણ વખાણાય છે અને વિદેશી લોકો તેનું અનુકરણ પણ કરી રહ્યા છે, જે ભારત માટે ગૌરવની વાત છે. આ સાથે જ ભારતમાંથી અનેક લોકો વિદેશમાં વસતા હોય છે ત્યારે વિદેશમાં પણ મંદિરનુ હોવું આવશ્યક છે. આ શ્રેણીમાં લંડન, યુએઈમાં તો મંદિરની સ્થાપના કરવામાં આવી ચૂકી છે.ભારત અને બરહીન રાજદ્વારી સંબંધોની સ્થાપના વર્ષ ૨૦૨૧-૨૦૨૨માં સૂવર્ણ જયંતિ ઉજવી રહ્યા છે. હવે બહેરીનમાં પણ ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે. જેને પગલે પીએમ મોદીએ ક્રાઉન પ્રિન્સ અને બહેરીનના વડા પ્રધાન સલમાન બિન હમદ અલ ખલીફા સાથે વાત કરી હતી અને સ્વામિનારાયણ મંદિર માટે જમીન ફાળવવા બદલ ક્રાઉન પ્રિન્સનો આભાર માન્યો હતો.
પ્રધાનમંત્રી ઓફિસ (PMO) તરફથી જાહેર કરાયેલા નિવેદન પ્રમાણે પ્રધાનંમત્રી નરેન્દ્ર મોદીએ કોરોના મહામારી દરમિયાન બહરીનમાં રહેતા ભારતીય સમુદાયના લોકોનું ખુબ સારી રીતે ધ્યાન રાખવાની સાથે તેની સામાજિક અને સાંસ્કૃતિક જરૂરીયાતોને પૂરી કરવા માટે બહરીનના નેતૃત્વનો આભાર માન્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ બહરીનના સુલ્તાન હમદ બિન ઈસા અલ ખલીફાને શુભકામનાઓ આપી અને પ્રધાનમંત્રી સલમાન બિન હમદ અલ ખલીફાને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું.
વિશ્વના આ દેશમાં વેક્સિનેશન ફરજીયાત કરાતા લોકો ઉતર્યા રસ્તા પર, કર્યું વિરોધ પ્રદર્શન; જાણો વિગતે
ઉલ્લેખનીય છે કે સંયુક્ત અરબ અમીરાતની રાજધાની અબુધાબીમાં પણ એક હિન્દુ મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ પથ્થરોથી નિર્મિત યૂએઈનું પ્રથમ પરંપરાગત મંદિર હશે. આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે બનાવવામાં આવી રહેલા મંદિરની ઉંમર આશરે 1000 વર્ષ હશે.