ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 ઑગસ્ટ, 2021
શુક્રવાર
કોરોનાના ડેલ્ટા વેરિએન્ટને ફેલાતો અટકાવવા માટે સિડની વહીવટીતંત્રે મહત્વનો નિર્ણય લીધો છે.
શહેરમાં લોકડાઉન સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવ્યું છે. સાથે જ શહેરના ઘણા વિસ્તારોમાં નાઈટ કર્ફ્યુ પણ લાદવામાં આવ્યો છે.
ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયર ગ્લેડીઝ બેરેજિકલીયને લોકોને અપીલ કરી છે કે જ્યારે પણ લોકો ઘરની બહાર નીકળે ત્યારે માસ્ક પહેરે.
બેરેજિકલીયને કહ્યું કે કોરોનાના વધતા જતા કેસોને જોતા અમને કડક પ્રતિબંધો લાદવાની ફરજ પડી હતી. તેમણે કહ્યું કે કેટલાક લોકો લોકડાઉનના નિયમોનો ભંગ કરે છે, જેના કારણે આકરા નિર્ણયો લેવા પડ્યા છે.
ઉલ્લેખનીય છે કે વહીવટતંત્ર શક્ય તેટલી વહેલી તકે આ વેરિઅન્ટને અંકુશમાં લેવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ અત્યાર સુધી ડેલ્ટા વેરિઅન્ટને નિયંત્રિત કરવામાં કોઈ સફળતા મળી નથી.
અવંતીપોરાના પંપોર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટરમાં આટલા આતંકીઓ ઠાર