Site icon

Syria Attack: સીરિયામાં મિલિટરી એકેડમી પર ડ્રોનથી ભયંકર હુમલો, 100થી વધુના મોત, આટલા લોકો ઈજાગ્રસ્ત.. જાણો હાલ કેવી છે સ્થિતિ..વાંચો વિગતે અહીં…

Syria Attack: સીરિયાની એક મિલિટરી એકેડમી પર ડ્રોન હુમલાના સમાચાર આવ્યા છે, જેમાં ઓછામાં ઓછા 100 લોકોના મોત થયા હોવાનું કહેવાય છે. આ હુમલો સીરિયાના હોમ્સ શહેરમાં સ્થિત મિલિટ્રી કોલેજમાં કરવામાં આવ્યો હતો

Syria Attack Deadly drone attack on military academy in Syria kills over 100, injures 125..

Syria Attack Deadly drone attack on military academy in Syria kills over 100, injures 125..

News Continuous Bureau | Mumbai 

Syria Attack: સીરિયાની ( Syria  ) એક મિલિટરી એકેડમી ( Military Academy ) પર ડ્રોન હુમલાના ( drone attack ) સમાચાર આવ્યા છે, જેમાં ઓછામાં ઓછા 100 લોકોના મોત થયા હોવાનું કહેવાય છે. આ હુમલો સીરિયાના હોમ્સ શહેરમાં ( Homs ) સ્થિત મિલિટ્રી કોલેજમાં ( Military College ) કરવામાં આવ્યો હતો. જ્યારે આ હુમલો થયો ત્યારે ત્યાં ગ્રેજ્યુએશન સરેમની ( Graduation ceremony ) ચાલી રહી હતી.

Join Our WhatsApp Community

ગુરુવારે થયેલા આ ડ્રોન હુમલામાં 100થી વધુ લોકોના મોત તો 125 જેટલા લોકો ઘાયલ થયા હોવાના સમાચાર આવી રહ્યા છે. જેમાંથી 14 સામાન્ય નાગરિક હોવાનું કહેવાય છે. રક્ષા મંત્રી મહમૂદ અબ્બાસનો કાફલો હુમલાના થોડા સમય પહેલા જ ત્યાંથી રવાના થયા હતા. રક્ષા મંત્રીના જતાની સાથે જ ડ્રોને બોમ્બમારો અને ગોળીબારી શરૂ કરી દીધા હતા. લોકોને નાસવા માટે તક મળી ન હતી કારણ કે લોકોને એ ખબર ન હતી કે બોમ્બ ક્યાંથી આવી રહ્યા છે. હુમલામાં માર્યા ગયેલા લોકોમાં મોટાભાગના બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે. ડ્રોન અનેક પ્રકારના વિસ્ફોટકોથી સજ્જ હતું. હુમલામાં ઘાયલ થયેલા મોટાભાગના લોકોની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

મૃતકોની સંખ્યા વધી શકે છે…

હાલ એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે. હાલ ઘાયલોની સીરિયાના ત્રીજા સૌથી મોટા શહેર હોમ્સની ઘણી હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. સીરિયન સેનાએ અગાઉ એક નિવેદનમાં કહ્યું હતું કે વિસ્ફોટકોથી સજ્જ ડ્રોને યુવાન અધિકારીઓ અને તેમના પરિવારોને નિશાન બનાવ્યા હતા. કોઈ ચોક્કસ જૂથનું નામ લીધા વિના, તેણે હુમલા માટે “જાણીતા આંતરરાષ્ટ્રીય દળો દ્વારા સમર્થિત” બળવાખોરોને દોષી ઠેરવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : RBI Repo Rate: RBIએ આપી જનતાને તહેવારોની ભેટ, રેપો રેટ આટલા ટક્કા પર યથાવત.. જાણો બીજું શું કહ્યું RBI ગવર્નરે..વાંચો વિગતે અહીં….

જો કે હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. સીરિયન સેનાના જણાવ્યા અનુસાર, આ હુમલો વિરોધી જૂથ દ્વારા કરવામાં આવ્યો હતો, જેને આંતરરાષ્ટ્રીય સમુદાયનું સમર્થન છે. એ વાત તો નોંધનીય જ છે કે સીરિયા પહેલાથી જ ગૃહયુદ્ધનો સામનો કરી રહ્યું છે, તેથી આ હુમલાને ગંભીર માનવામાં આવે છે. સીરિયામાં મિલિટરી બેઝ પર આ અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો છે. સીરિયાની સરકારે કહ્યું છે કે હુમલાનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.

India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Saudi Arabia Accident: અકસ્માતમાં 42 ભારતીયો બળ્યા, માત્ર એક જીવ બચ્યો! મદીનામાં બસ દુર્ઘટનાનો ચોંકાવનારો અહેવાલ
Sheikh Hasina: શેખ હસીના દોષિત જાહેર, નિઃશસ્ત્ર નાગરિકો પર ગોળીબારના મામલે મળી ફાંસીની સજા
Saudi Arabia Accident: સાઉદી અરબમાં ભીષણ માર્ગ અકસ્માત, આટલાભારતીય યાત્રીઓનાં મૃત્યુ; હેલ્પલાઇન નંબર જાહેર
Exit mobile version