News Continuous Bureau | Mumbai
Syrian President Arrest Warrant: હવે યુરોપિયન દેશ ફ્રાન્સ ( France ) અને મધ્યપૂર્વના સીરિયા ( Syria ) વચ્ચે 10 વર્ષ જૂનાં કેસ અંગે ફરીથી તણાવ વધ્યો છે. ફ્રાન્સે સીરિયામાં નાગરિકો સામે પ્રતિબંધિત હથિયારોનો ( Prohibited Weapons ) ઉપયોગ કરવા બદલ રાષ્ટ્રપતિ બશર અલ અસદ ( Bashar Al Assad ) , તેમના ભાઈ માહેર અલ અસદ ( Maher Al Assad ) અને બે અન્ય વરિષ્ઠ અધિકારીઓ વિરુદ્ધ ઈન્ટરનેશનલ અરેસ્ટ વૉરન્ટ ( International Warrant ) ઈશ્યૂ કર્યો છે.
ફ્રાન્સે આ વૉરન્ટ માનવતા વિરુદ્ધ અપરાધ અને યુદ્ધ અપરાધ બદલ જારી કર્યું છે. અહેવાલ અનુસાર આ વૉરન્ટ સૈન્યના જનરલ ઘાસન અબ્બાસ અને બાસમ અલ હસન સામે પણ જારી કરાયું છે. એક માનવાધિકાર સંગઠન સિવિલ રાઈટ્સ ડિફેન્ડર્સના જણાવ્યાનુસાર રાષ્ટ્રપતિના ભાઈ માહેર અલ અસદ એક વિશેષ સીરિયાઈ સૈન્ય એકમ- ચોથી બખ્તરિયા ડિવિઝનના પ્રમુખ છે. જોકે બે સૈન્ય જનરલ ઘાસન અબ્બાસ અને બાસમ અલ હસન કેમિકલ વેપન્સ બનાવવાની આરોપી સીરિયન રિસર્ચ એજન્સીમાં સાથે કામ કરતા હતા.
આ પ્રથમ ઈન્ટરનેશનલ વૉરન્ટ છે જે સીરિયાના રાષ્ટ્રપતિ માટે જારી કરાયો…
અહેવાલ અનુસાર આ વૉરન્ટ ઓગસ્ટ 2013માં સીરિયાના દૌમા શહેર અને પૂર્વી ઘૌતા જિલ્લામાં કેમિકલ એટેક માટે જારી કરાયો છે. આ હુમલામાં 1000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ પ્રથમ ઈન્ટરનેશનલ વૉરન્ટ છે જે સીરિયાના રાષ્ટ્રપતિ માટે જારી કરાયો છે જેમની સેનાએ 2011માં શરૂ થયેલા ગૃહ યુદ્ધ દરમિયાન દેખાવોનો જવાબ ક્રૂર કાર્યવાહી સાથે આપ્યો હતો.
આ સમાચાર પણ વાંચોઃ NewsClick funding Case: ન્યૂઝક્લિક કેસમાં અમેરિકાના કરોડપતિ નેવિલ રોય સિંઘમને ઈડીએ પાઠવ્યું સમન્સ.. જાણો શું છે આ સંપુર્ણ મામલો..વાંચો વિગતે.
બીજી બાજુ સીરિયા રાસાયણિક હથિયારોના ઉપયોગ કર્યાના આરોપોને નકારતું રહ્યું છે પણ સંયુક્ત રાષ્ટ્ર અને કેમિકલ હથિયારો પર પ્રતિબંધ મૂકતા સંગઠને ગત સંયુક્ત તપાસમાં ખુલાસો કર્યો હતો કે સીરિયાની સરકારે એપ્રિલ 2017ના હુમલામાં નર્વ એજન્ટ સરીનનો ઉપયોગ કર્યો હતો અને વારંવાર ક્લોરિનનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો હતો.