News Continuous Bureau | Mumbai
અમેરિકી સંસદના(US parliament) અધ્યક્ષ નેન્સી પેલોસીના(Nancy Pelosi) તાઈવાન(Taiwan) પ્રવાસને લઈને ચીને મંગળવારે અમેરિકાને(USA) ફરીથી એકવાર ચેતવણી ઉચ્ચારી છે. ચીનના વિદેશ મંત્રાલયના(Chinese Foreign Ministry) પ્રવક્તા Hua Chunying એ કહ્યું કે જો નેન્સી પેલોસી તાઈવાનનો પ્રવાસ કરશે તો તીન આકરા પગલાં લેવા માટે મજબૂર થશે. Hua એ કહ્યું કે ચીન પેલોસીના મુલાકાત કાર્યક્રમને બાજ નજરે જોઈ રહ્યું છે. તેમણે અમેરિકાને ચેતવ્યું.
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ વધુમાં કહ્યું કે ચીનનું વલણ સ્પષ્ટ છે. અમે અમેરિકાને કડક વિરોધ નોંધાવ્યો છે. અમે પેલોસીના કાર્યક્રમ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છીએ. જાે અમેરિકા ખોટા રસ્તે જવાનું ચાલું રાખશે તો અમે અમારા સાર્વભોમત્વ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પગલાં ભરવા મજબુર થઈશું.
આ સમાચાર પણ વાંચો : ગાડી ચલાવો- ટોલ પણ ભરો પરંતુ ટોલનાકું નહીં- સડક પરિવહન સંદર્ભે મોટો નિર્ણય
ચીન અને અમેરિકાએ વિભિન્ન ચેનલોના માધ્યમથી(Through different channels) ઘનિષ્ઠ સંપર્ક જાળવી રાખ્યા છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે અમે વારંવાર સ્પીકર પેલોસના સંભવિત તાઈવાન પ્રવાસનો આકરો વિરોધ જતાવ્યો છે અને આ એક સંવેદનશીલ મુદ્દો છે અને તે કેટલો ખતરનાક બની શકે છે. અત્રે જણાવવાનું કે ચીન તાઈવાન પર પોતાનો દાવો ઠોકે છે.
તાઈવાનના મીડિયાએ અધિકારીઓના હવાલે જણાવ્યું કે પેલોસી મલેશિયાના(Malaysia) પ્રવાસ બાદ તાઈપે(Taipei) પહોંચશે અને રાત ત્યાં વિતાવશે. પેલોસીએ તાઈવાન પ્રવાસ સંબંધિત અટકળો વચ્ચે પોતાનો દક્ષિણ એશિયા(South Asia) પ્રવાસ સોમવારે શરૂ કર્યો. જાે કે પેલોસીએ તાઈવાન પ્રવાસ સંબંધિત કોઈ અધિકૃત જાહેરાત કરી નથી. પરંતુ તાઈવાનમાં સ્થાનિક મીડિયાએ જણાવ્યું કે પેલોસી મંગળવારે રાતે રાજધાની તાઈપે પહોંચશે. તાઈવાનના ધ યુનાઈટેડ ડેઈલી ન્યૂઝ(The United Daily News), લિબર્ટી ટાઈમ્સ(Liberty Times), અને ચાઈના ટાઈમ્સ(China Times) આ ત્રણ મોટા રાષ્ટ્રીય અખબારોએ અજાણ્યા સૂત્રોના હવાલે કહ્યું કે તેઓ મલેશિયાનો પ્રવાસ કરીને મંગળવારે રાતે તાઈપે પહોંચશે. પેલોસીએ સોમવારે વહેલી સવારે સિંગાપુર(Singapore) પહોંચીને ત્યાંના નેતાઓ સાથે મુલાકાત કરી હતી.
આ સમાચાર પણ વાંચો : સંજય રાઉતને કોર્ટમાંથી ન મળી રાહત-કોર્ટે EDની કસ્ટડી આ તારીખ સુધી લંબાવી
અમેરિકાએ હજુ સુધી નેન્સી પેલોસીની મુસાફરીની કોઈ અધિકૃત જાહેરાત તો નથી કરી પરંતુ અમેરિકી સેનાએ(US Army) એરક્રાફ્ટ કરિયરથી(Aircraft career) લઈને ફાઈટર જેટ સુદ્ધા તાઈવાનની સરહદ પાસે જાપાન અને પોતાના નિયંત્રણવાળા ગુઆમ દ્વીપ(Guam Island) પર તૈનાત કર્યા છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ બનવાના પદક્રમમાં નેન્સી પેલોસી રાષ્ટ્રપતિ જાે બાઈડેન(Joe biden) અને ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસ(kamala harris) બાદ ત્રીજા નંબરે આવે છે. વર્ષ ૧૯૯૭ બાદ તેઓ અમેરિકાના સૌથી ઉચ્ચ અધિકારી હશે તે તાઈવાનના પ્રવાસે જશે. આ જ કારણ છે કે ચીન ખુબ ભડક્યું છે.
ચીનની સેનાએ નેન્સી પેલોસીને ડરાવવા માટે તાઈવાન સ્ટ્રેટમાં જાેરદાર યુદ્ધાભ્યાસ પણ શરૂ કર્યો. એવું કહેવાય છે કે ચીનની સેના પીએલએ નેન્સી પેલોસીની સંભવિત યાત્રાને રોકવા માટે પોતાના ફાઈટર જેટ અને જહાજોની મદદથી યુદ્ધાભ્યાસ કરી રહી છે. એટલું જ નહીં ચીનના જંગી જહાજ મેડિયન લાઈન(Giant ship median line) પર ભેગા થયા છે જ્યાંથી તાઈવાનની સરહદ શરૂ થાય છે. ચીનના થિયેટર કમાન્ડે ચેતવણી પણ ઉચ્ચારી છે કે અમે યુદ્ધ માટે તૈયાર છીએ.