તાલિબાન સરકારનું નવું ફરમાન: હવે અફઘાનિસ્તાનમાં નહીં ચાલે વિદેશી ચલણ, ઉલ્લંઘન કરનારાઓ સામે લેવાશે આ પગલાં

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 3 નવેમ્બર, 2021

બુધવાર

તાલિબાન અફઘાનિસ્તાન પર કબ્જો મેળવ્યા બાદ એક પછી એક નવા નિર્ણય લઇ રહ્યુ છે.

તાલિબાનની નવી સરકારે હવે અફઘાનિસ્તાનમાં વિદેશી ચલણના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધની જાહેરાત કરી છે. 

સાથે જ સરકારે આદેશનું ઉલ્લંઘન કરવા બદલ કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે. જેનાથી અફઘાનિસ્તાનની પ્રજામાં વધુ ભયનો માહોલ છે

પહેલાથી જ પતનની આરે છે તેવા અફઘાનિસ્તાન માટે આ નવી જાહેરાતના કારણે મુશ્કેલીઓ વધી છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાનના આ નિર્ણયથી અન્ય દેશો સાથે હવે અફઘાનિસ્તાનનો સંપર્ક કપાઇ શકે છે.

નોંધનીય છે કે, 15 ઓગસ્ટે કાબુલમાં તાલિબાન દ્વારા કબજો મેળવ્યા પછી યુએસ, વર્લ્ડ બેંક અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા અફઘાનિસ્તાનની USD 9.5 બિલિયનથી વધુની ઍક્સેસને અવરોધિત કરવામાં આવી છે.

મહામારીનું સંક્રમણ ઘટ્તા દિલ્હી બાદ હવે આ રાજય સરકારે પણ કોરોના નિયમોમાં આપી છૂટછાટ, જારી કરી નવી ગાઈડલાઈન; જાણો શું ખુલશે અને શું રહેશે બંધ

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More