259
Join Our WhatsApp Community
અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈન્ય પાછું ફરી રહ્યું છે ત્યાં જ સ્થિતિ ગંભીર થઈ ગઈ છે.
મોસ્કો સ્થિત તાલિબાની પ્રતિનિધિ મંડળે દાવો કર્યો છે કે અફઘાનિસ્તાનના ૩૯૮માંથી ૨૫૦ જિલ્લા તેના કબજામાં આવી ગયા છે અને અફઘાનિસ્તાનનો કુલ ૮૫ ટકા જેટલો વિસ્તાર તેના અંકુશમાં છે.
તાલિબાનના પ્રવક્તાએ મોસ્કોથી કહ્યું હતું કે ઈસ્લામ કિલા બોર્ડર હવે સંપૂર્ણપણે તાલિબાનના નિયંત્રણમાં છે. જોકે, આ અંગે અફઘાનિસ્તાન સરકારે કોઈ સ્પષ્ટ સ્વીકાર કર્યો ન હતો, પરંતુ સૈન્ય અધિકારીઓએ કહ્યું હતું કે તાલિબાન સામે સૈન્ય લડત આપી રહ્યું છે.
આ અગાઉ તાજિકિસ્તાન અને ઉઝ્બેકિસ્તાનને લગતી સરહદી પોસ્ટનો કબજો લીધો ત્યારે અફઘાન સૈનિકો તાજિકિસ્તાન અને ઉઝ્બેકિસ્તાન નાસી ગયા હતા.
You Might Be Interested In