ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 06 સપ્ટેમ્બર, 2021
સોમવાર
અફઘાનિસ્તાનના તમામ પ્રાંત પર કબજો કર્યા બાદ તાલિબાને જલ્દી સરકારની રચના કરવાનો નિર્ણય કર્યો છે.
તાલિબાન અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં સરકારની રચના માટે મોટો સમારોહ યોજવાની તૈયારી કરી રહ્યું છે.
તાલિબાને આ સમારોહમાં ભાગ લેવા માટે છ દેશોને આમંત્રણો પણ મોકલ્યા છે. આ છ દેશો પાકિસ્તાન, તુર્કી, કતાર, રશિયા, ચીન અને ઈરાન છે.
ચીન, રશિયા, તુર્કી અને પાકિસ્તાને તો પોતાના દૂતાવાસોમાં પણ પહેલાની જેમ કામ ચાલુ રાખ્યું છે. જોકે, ભારત સાથે તાલિબાનનો અત્યાર સુધી કોઇ સંપર્ક થયો નથી.
મહત્વપૂર્ણ છે કે એક દિવસ પહેલા તાલિબાનના પ્રવક્તા જબીઉલ્લા મુજાહિદે સરકાર રચનાને આવતા અઠવાડિયા સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી હતી.
માનવામાં આવી રહ્યુ છે કે તાલિબાન આવતા કેટલાક દિવસમાં કાબુલમાં નવી સરકારની રચનાની જાહેરાત કરશે, જેમનું નેતૃત્વ સંગઠનના સહ-સંસ્થાપક મુલ્લા અબ્દુલ ગની બરાદર કરી શકે છે.