185
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ પાકિસ્તાને ખુલીને તાલિબાનનું સમર્થન કર્યું છે.
આ દરમિયાન પાકિસ્તાનની વિરુદ્ધ કાબૂલથી લઈને વોશિંગ્ટન સુધી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.
પ્રાપ્ત જાણકારી મુજબ, કાબુલમાં પાકિસ્તાનની વિરુદ્ધ થઇ રહેલા પ્રદર્શનને રોકવા માટે તાલિબાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું છે.
આ ફાયરિંગમાં અનેક મહિલાઓ અને બાળકો ઘાયલ થવાના અહેવાલ છે.
મૂળે, પંજશીરની જંગમાં તાલિબાન તરફથી પાકિસ્તાનના ડ્રોન હુમલા કરવા અને આઇએસઆઇ હેડ ફૈજ હામિદના કાબુલ પ્રવાસી અફઘાનિઓમાં આક્રોશ છે
આમ તો, અફઘાનિસ્તાનના અલગ-અલગ શહેરોમાં મહિલાઓ ઘણા દિવસોથી પોતાના અધિકારો માટે પ્રદર્શન કરી રહી છે, પરંતુ કાબુલમાં પહેલીવાર રાતમાં પ્રદર્શન થયું છે.
You Might Be Interested In