તાલિબાને અમેરિકા પર 9/11 હુમલા અંગે ચોંકાવનારા દાવા કર્યા, ઓસામા બિન લાદેન અંગે આપ્યું આ નિવેદન; જાણો વિગતે  

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 26 ઑગસ્ટ, 2021

ગુરુવાર

અફઘાનિસ્તાનમાં શાસન સંભાળ્યા બાદ હવે અસલી મિજાજ દર્શાવતા તાલીબાનોએ તેના એક સમયના ગાઢ સાથી અલ કાયદા અને ઓસામા બિન લાદેનનો બચાવ કર્યો છે.

તાલિબાની પ્રવક્તા મુજાહિદે જણાવ્યું કે, 9/11ના હુમલામાં ઓસામા બિન લાદેનની સંડોવણીના કોઈ મજબૂત પુરાવા 20 વર્ષ પછી પણ મળ્યા નથી. 

તાલિબાનના કમબેક બાદ આતંકવાદી સંગઠન અલકાયદા ફરી ઉભરે તેનું જોખમ જણાઈ રહ્યું છે. 

એક અહેવાલ પ્રમાણે અલકાયદા (એક્યુઆઈએસ)એ નિવેદન દ્વારા તાલિબાનને શુભેચ્છા આપી છે. 

અલકાયદાએ પોતાના નિવેદનમાં અમેરિકાને આક્રમણકારી અને અફઘાન સરકારને તેની સહયોગી ગણાવી છે. 

જાણકારોના કહેવા પ્રમાણે ઘરેલુ ઉગ્રવાદની સાથે સાથે રૂસ અને ચીનના સાઈબર હુમલાનો સામનો કરી રહેલા અમેરિકા માટે તે બહુ મોટી મુશ્કેલીઓનું કારણ બની શકે છે.

કાબુલ એરપોર્ટ પર લોકો ભૂખ્યા-તરસ્યા રહેવા મજબૂર, પાણીની એક બોટલનો ભાવ 3000 રૂપિયા તો એક પ્લેટ પુલાવની કિંમત અધધ આટલા હજાર રૂપિયા ; જાણો વિગતે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More