તાંઝાનિયા ના રાષ્ટ્રપતિ જૉન મગુફુલી 61 વર્ષની વયે અવસાન થયું છે. આશંકા છે કે તેમનું મૃત્યુ કોરોનાને બિમારીના લીધે થયું છે.
રાષ્ટ્રપતિ મગુફુલી તેમની આક્રમક લીડરશીપ અને સડક નિર્માણ ઉદ્યોગમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ ના કારણે 'બુલડોઝર 'તરીકે ઓળખાતા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, જૉન મગુફુલી એ ક્યારેય કોરોના ના જોખમ ને ગંભીરતાથી લીધો ન હતો અને તેમણે માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જેવા ઉપાયોનો વિરોધ પણ કર્યો હતો.