Site icon News Continuous Bureau | Mumbai

Donald Trump Statement: ટ્રમ્પના ‘બગ્રામ એરબેસ’ પ્લાનથી વધ્યો તણાવ, ચીન અને તાલિબાને આપી આવી પ્રતિક્રિયા

Donald Trump Statement: ટ્રમ્પે કહ્યું - “અમે બગ્રામ પાછું મેળવવા માંગીએ છીએ”, ચીન અને અફઘાનિસ્તાને કહ્યું - “વિદેશી દખલદારી સહન નહીં થાય”

Donald Trump Tariffs

Donald Trump Tariffs

News Continuous Bureau | Mumbai

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બગ્રામ એરબેસ પર ફરીથી કબજો મેળવવાની વાતથી આંતરરાષ્ટ્રીય સ્તરે તણાવ વધી ગયો છે. ટ્રમ્પે બ્રિટનના વડા પ્રધાન કીર સ્ટાર્મર સાથેની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે “અમે તેને (તાલિબાન) બિનજરૂરી રીતે આપી દીધું. બગ્રામ એ સ્થળ છે જ્યાંથી ચીન પોતાના ન્યુક્લિયર મિસાઈલ બનાવે છે અને તે માત્ર એક કલાકની દૂરી પર છે.”

Join Our WhatsApp Channel

ચીનની તીવ્ર પ્રતિક્રિયા

ચીનના વિદેશ મંત્રાલયે ટ્રમ્પના નિવેદન પર સખત વિરોધ વ્યક્ત કર્યો છે. પ્રવક્તા લિન જિયાન એ કહ્યું કે “અફઘાનિસ્તાનની ભવિષ્ય અને સુરક્ષા ત્યાંની જનતાએ નક્કી કરવી જોઈએ, વિદેશી દખલદારીથી તણાવ અને અસ્થીરતા વધશે.” ચીને અફઘાનિસ્તાનની અખંડતા અને સંપ્રભુતા માટે સમર્થન વ્યક્ત કર્યું.

આ સમાચાર પણ વાંચો : Katrina Kaif: કેટરીના કૈફના પ્રેગ્નન્સી રુમર્સ એ પકડ્યું જોર, બેબી બંપ સાથેની તસવીર થઈ વાયરલ

તાલિબાન અને અફઘાનિસ્તાનનો પણ વિરોધ

અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયના અધિકારી જાકિર જલાલે સોશિયલ મીડિયા પર કહ્યું કે “અમેરિકા સાથે રાજકીય અને આર્થિક સંબંધો માટે કાબુલ તૈયાર છે, પણ કોઈ પણ સ્થિતિમાં અમેરિકી સૈન્યને ફરીથી અફઘાનિસ્તાનમાં સ્થાન આપવાની મંજૂરી નહીં આપવામાં આવે.” તાલિબાન તરફથી પણ આ મુદ્દે વિરોધ નોંધાયો છે.

 શું છે બગ્રામ એરબેસ?

બગ્રામ એરબેસ કાબુલથી 40 કિમી દૂર આવેલું એક મોટું સૈન્ય મથક છે. 2021માં અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી અચાનક પાછા ફર્યા બાદ આ બેસ છોડી દીધું હતું. ત્યારબાદ તાલિબાને કાબુલ પર કબજો મેળવી લીધો હતો. હવે ટ્રમ્પના નિવેદનથી ફરીથી આ વિસ્તાર પર આંતરરાષ્ટ્રીય રાજકારણ ગરમાયું છે.

Russian Missile Enters Poland Airspace વિશ્વયુદ્ધના ભણકારા? યુક્રેન પર છોડેલી રશિયાની મિસાઈલ પોલેન્ડ પહોંચી; નાટો દેશોમાં એલર્ટ..
Donald Trump Fall Asleep Xi Jinping Speech શી જિનપિંગના ભાષણ દરમિયાન ટ્રમ્પ ઊંઘી ગયા હોવાનો વીડિયો વાયરલ વ્હાઈટ હાઉસે આપી સ્પષ્ટતા!
S Jaishankar on Japanese Business Leaders ‘ભૂતકાળ ભૂલીને ભારત અંગેની તસવીર અપડેટ કરો’ ટોક્યોમાં જાપાની ઉદ્યોગપતિઓને એસ. જયશંકરની અપીલ!
Pakistan Minister India Visit Congress Slams Modi Govt પાકિસ્તાની મંત્રીના ભારત પ્રવાસ પર રાજકીય ઘમાસાણ કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું ‘ધમકી આપનારને આમંત્રણ આપ્યું’
Exit mobile version