News Continuous Bureau | Mumbai
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા બગ્રામ એરબેસ પર ફરીથી કબજો મેળવવાની વાતથી આંતરરાષ્ટ્રીય સ્તરે તણાવ વધી ગયો છે. ટ્રમ્પે બ્રિટનના વડા પ્રધાન કીર સ્ટાર્મર સાથેની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે “અમે તેને (તાલિબાન) બિનજરૂરી રીતે આપી દીધું. બગ્રામ એ સ્થળ છે જ્યાંથી ચીન પોતાના ન્યુક્લિયર મિસાઈલ બનાવે છે અને તે માત્ર એક કલાકની દૂરી પર છે.”
ચીનની તીવ્ર પ્રતિક્રિયા
ચીનના વિદેશ મંત્રાલયે ટ્રમ્પના નિવેદન પર સખત વિરોધ વ્યક્ત કર્યો છે. પ્રવક્તા લિન જિયાન એ કહ્યું કે “અફઘાનિસ્તાનની ભવિષ્ય અને સુરક્ષા ત્યાંની જનતાએ નક્કી કરવી જોઈએ, વિદેશી દખલદારીથી તણાવ અને અસ્થીરતા વધશે.” ચીને અફઘાનિસ્તાનની અખંડતા અને સંપ્રભુતા માટે સમર્થન વ્યક્ત કર્યું.
આ સમાચાર પણ વાંચો : Katrina Kaif: કેટરીના કૈફના પ્રેગ્નન્સી રુમર્સ એ પકડ્યું જોર, બેબી બંપ સાથેની તસવીર થઈ વાયરલ
તાલિબાન અને અફઘાનિસ્તાનનો પણ વિરોધ
અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયના અધિકારી જાકિર જલાલે સોશિયલ મીડિયા પર કહ્યું કે “અમેરિકા સાથે રાજકીય અને આર્થિક સંબંધો માટે કાબુલ તૈયાર છે, પણ કોઈ પણ સ્થિતિમાં અમેરિકી સૈન્યને ફરીથી અફઘાનિસ્તાનમાં સ્થાન આપવાની મંજૂરી નહીં આપવામાં આવે.” તાલિબાન તરફથી પણ આ મુદ્દે વિરોધ નોંધાયો છે.
શું છે બગ્રામ એરબેસ?
બગ્રામ એરબેસ કાબુલથી 40 કિમી દૂર આવેલું એક મોટું સૈન્ય મથક છે. 2021માં અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી અચાનક પાછા ફર્યા બાદ આ બેસ છોડી દીધું હતું. ત્યારબાદ તાલિબાને કાબુલ પર કબજો મેળવી લીધો હતો. હવે ટ્રમ્પના નિવેદનથી ફરીથી આ વિસ્તાર પર આંતરરાષ્ટ્રીય રાજકારણ ગરમાયું છે.