ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 07 માર્ચ, 2022,
સોમવાર,
યુક્રેનના વિદેશ મંત્રી દોમિત્રી કુલેબાએ એક ટેલિવિઝન મુલાકાત દરમિયાન જણાવ્યું કે ભારત અને નાઈજીરીયા જેવા દેશોએ રશિયાને વિનંતી કરીને યુદ્ધ બંધ કરાવવું જોઈએ.
પોતાના ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે ભારત દેશ યુક્રેન પાસેથી ખેત પેદાશો ખરીદે છે. આથી ભારતે યુક્રેનનો સાથ આપવો જોઈએ. તેમજ પોતાના મૈત્રી ભર્યા સંબંધોનો ઉપયોગ કરીને રશિયાને વિનંતી કરવી જોઈએ કે તેઓ યુદ્ધ બંધ કરે.
ઉલ્લેખનીય છે કે યુક્રેને ડગલે-પગલે ભારત વિરોધી વલણ લેતું આવ્યું છે. હવે જ્યારે સંકટમાં ફસાયું છે ત્યારે તેને ભારતની યાદ આવી છે.
આ તારીખથી મુંબઈમાં ગરમીના ઉકળાટથી રાહત મળશે. હવામાન વિભાગનો આ છે વરતારો…
