News Continuous Bureau | Mumbai
- ભારત અને EFTA દેશોની 100થી વધુ કંપનીઓ બિઝનેસ રાઉન્ડટેબલમાં ભાગ લેશે
TEPA: યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (EFTA) સાથે આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલા ભરતા, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલ EFTA બ્લોકની સાથે મળીને 10 ફેબ્રુઆરી, 2025નાં રોજ ભારત મંડપમ, નવી દિલ્હીમાં EFTA ડેસ્કનું ઉદ્ઘાટન કરશે. જેનું પ્રતિનિધિત્વ સ્વિસ સ્ટેટ સેક્રેટરી શ્રીમતી હેલેન બુડલિગર આર્ટિએડા, નોર્વેના ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના સ્ટેટ સેક્રેટરી શ્રી ટોમસ નોર્વોલ, આઇસલેન્ડના કાયમી સેક્રેટરી માર્ટિન આઇજોલ્ફસન, લિક્ટેંસ્ટાઇનના વિદેશ, શિક્ષણ અને રમતગમત મંત્રી શ્રી ડોમિનિક હાસ્લર, EFTA સચિવાલયના ડેપ્યુટી સેક્રેટરી જનરલ શ્રી માર્કસ સ્લેગેનહોફ અને EFTA સચિવાલયના સિનિયર ઓફિસર શ્રી ડેવિડ સ્વેનબોર્નસન કરશે.
આ પહેલ ભારત-EFTA વેપાર અને આર્થિક ભાગીદારી કરાર (TEPA)ના પ્રકરણ 7 સાથે સુસંગત છે, જેના પર 10 માર્ચ, 2024ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેનો ઉદ્દેશ્ય ભારત અને ચાર EFTA રાષ્ટ્રો – સ્વિટ્ઝર્લૅન્ડ, નોર્વે, આઇસલેન્ડ અને લિક્ટેંસ્ટેઇન વચ્ચે વેપાર, રોકાણ અને વ્યવસાય સુવિધાને પ્રોત્સાહન આપવા માટે એક સમર્પિત પ્લેટફોર્મ તરીકે સેવા આપવાનો છે. ઉદ્ઘાટન સમારોહમાં ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને EFTA સભ્ય દેશોના ઉચ્ચ કક્ષાના મહાનુભાવો હાજરી આપશે.
TEPA: ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) અને ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ (DOC)ના વરિષ્ઠ અધિકારીઓ પણ આ સભાને સંબોધિત કરશે. જેમાં EFTA રાષ્ટ્રો સાથે મજબૂત આર્થિક જોડાણ માટેના ભારતના વિઝનની રૂપરેખા આપવામાં આવશે.
ભારત-EFTA સમર્પિત ડેસ્ક ભારતમાં વિસ્તરણ કરવા માંગતી EFTA કંપનીઓ માટે કેન્દ્રિયકૃત સપોર્ટ મિકેનિઝમ તરીકે કાર્ય કરશે. તે બજારની આંતરદૃષ્ટિ અને નિયમનકારી માર્ગદર્શન, વ્યવસાય મેચમેકિંગ અને ભારતની નીતિ અને રોકાણ લેન્ડસ્કેપને દિશાસૂચન કરવામાં સહાય પૂરી પાડશે.
આ સમાચાર પણ વાંચો: Mahakumbh Traffic Jam: મહાકુંભમાં ભક્તોનો જમાવડો,ભારે ભીડને કારણે પરિસ્થિતિ વણસી! પ્રશાસને 14 ફેબ્રુઆરી સુધી આ સ્ટેશન બંધ કરી દીધું..
TEPA: ઉદ્ઘાટન પછી એક ઉચ્ચ-સ્તરીય EFTA-ભારત વ્યાપાર રાઉન્ડટેબલ બેઠક યોજાશે. જેમાં ભારત અને EFTA દેશોના 100થી વધુ અગ્રણી વ્યવસાયો ભાગ લેશે. જેનો ઉદ્દેશ્ય ફાર્માસ્યુટિકલ્સ, લાઇફ સાયન્સ, ફાઇનાન્શિયલ સર્વિસીસ અને ફિનટેક, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઉર્જા અને સ્થિરતા, સીફૂડ અને મેરીટાઇમ, ફૂડ પ્રોસેસિંગ અને એગ્રીટેક સહિતના મુખ્ય ક્ષેત્રોમાં સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. આ રાઉન્ડટેબલ TEPAના માળખા હેઠળ કંપનીઓને સંયુક્ત સાહસો, રોકાણની તકો અને ટેકનોલોજી ભાગીદારી શોધવા માટે એક માળખાગત મંચ પ્રદાન કરશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed