News Continuous Bureau | Mumbai
કહેવાય છે કે જે ખાડો આપણે બીજા માટે ખોદીએ છીએ, એક દિવસ આપણે પોતે એ ખાડામાં પડી જઈએ છીએ. આવું જ હાલમાં પાકિસ્તાન સાથે થઈ રહ્યું છે. પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાઓ વધી રહ્યા છે. પાકિસ્તાને પાડોશી દેશમાં આતંક ફેલાવવા માટે જે આતંકવાદનું પોષણ કર્યું, એ જ આતંકવાદ હવે પાકિસ્તાનને ભારે પડી રહ્યો છે. હવે એવી હાલત છે કે પાકિસ્તાન પોતે આતંકવાદનો સામનો કરી રહ્યું છે. થોડા દિવસો પહેલા કેટલાંક આતંકવાદીઓ પાકિસ્તાનમાં પોલીસ હેડક્વાર્ટરમાં ઘૂસી ગયા હતા. આ દરમિયાન તેમણે અંધાધૂંધ ગોળીબાર કર્યો અને ઘણા લોકો ઘાયલ પણ થયા અને તેમને ઘણું સહન કરવું પડ્યું. એ પહેલા મસ્જિદ પર આત્મઘાતી હુમલો કર્યો, જેમાં 100થી વધુ લોકોના મોત થયા. ત્યારે હવે વધુ એક આતંકી હુમલો થયો છે.
વસ્તી ગણતરી કરવા ગયેલી ટીમ પર આતંકી હુમલો
પાકિસ્તાનના અશાંત પખ્તનુખ્વા પ્રાંતમાં વસ્તી ગણતરી ટીમની સુરક્ષા માટે તૈનાત પોલીસ વાન પર અજાણ્યા આતંકવાદીઓએ હુમલો કરતાં બે સુરક્ષા અધિકારીના મોત થયા અને અન્ય ચાર ઘાયલ થયા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે સશસ્ત્ર આતંકવાદીઓએ પ્રાંતના કોટ આઝમ વિસ્તારના ટાંક જિલ્લામાં વસ્તી ગણતરી કરવા માટે ટીમને લઈ જઈ રહેલી પોલીસ વાન પર ગોળીબાર કર્યો.
આ સમાચાર પણ વાંચો : અદાણીની 6 કંપનીઓ પર LICનું દેવું કેટલા રૂપિયા છે, આ સંદર્ભે નો આંકડો સંસદમાં સામે આવ્યો છે.
આતંકી ઘટના સ્થળેથી ફરાર
પોલીસે જણાવ્યું કે ઘટના બાદ આતંકી ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયા. આ પછી, પોલીસે વિસ્તારને સંપૂર્ણ રીતે ઘેરી લઈને આતંકવાદીઓની શોધમાં અભિયાન શરૂ કર્યું છે. ઘાયલ પોલીસ કર્મચારીઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વસ્તી ગણતરી કરવા ગયેલી ટીમ પર આ પ્રકારનો બીજો હુમલો છે. 8 માર્ચે, પ્રાંતના ડેરા ઇસ્માઇલ માં વસ્તી ગણતરી કરવા ગયેલી ટીમની સુરક્ષા કરતી પોલીસ વાન પર અજાણ્યા આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, જેમાં એક સુરક્ષા અધિકારીનું મોત થયું હતું અને અન્ય બે ઘાયલ થયા હતા.