ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૫ મે 2021
શનિવાર
ઇઝરાયલ દ્વારા ગાઝાપટ્ટીમાં છેલ્લા ઘણા સમયથી હમાસ દ્વારા બનાવવામાં આવેલી સુરંગો ચિંતાનો વિષય બની હતી. આ સુરંગોના માધ્યમથી આતંકવાદીઓ એકથી બીજા સ્થાને છૂટથી ફરી રહ્યા હતા. શસ્ત્રસરંજામ અને હથિયારથી માંડીને તમામ વસ્તુઓ તેમણે ત્યાં સંતાડી હતી. ઇઝરાયલ માટે આ ટનલ ખતરારૂપ હતી. આશરે પાંચથી છ કરોડ ડૉલરના ખર્ચે બનેલી આ ટનલને શોધવી મુશ્કેલ કાર્ય હતું, પરંતુ ઇઝરાયલે આખરે ટનલના નેટવર્કને બ્રેક કરી નાખ્યું છે.
ઇઝરાયલે હવાઈ હુમલાથી અમુક ટનલને નુકસાન પહોંચાડ્યું છે, જ્યારે કે જમીન હુમલાના માધ્યમથી અનેક આતંકવાદીઓનો સફાયો કર્યો છે.
વાવાઝોડાનું પરિણામ : જમ્બો કોવિડ સેન્ટરમાંથી સેંકડો દર્દીઓને અન્યત્ર ખસેડવામાં આવી રહ્યા છે
વર્ષ 2006માં આવી જ સુરંગો થકી હમાસના આતંકવાદીઓએ ઇઝરાયલના સૈનિકનું અપહરણ કર્યું હતું.
હવે ઇઝરાયલને મોકો મળી ગયો છે અને તેણે ઉંદરની જેમ જમીનમાં સંતાયેલા આતંકવાદીઓનું કચુંબર કાઢી નાખ્યું છે.