News Continuous Bureau | Mumbai
US Visa to Indians: ભારત (India) ખાતેની અમેરિકાની(America) કોન્સ્યુલેટ ઓફિસ દ્વારા 2023માં 10 લાખ નોન ઇમિગ્રન્ટસ વિઝા(Immigrant Visa) આપવાનો લક્ષ્યાંક પૂરો કરવામાં આવ્યો છે. ભારત ખાતેનાં અમેરિકાનાં રાજદૂત એરિક ગાર્સેટ્ટીએ વ્યક્તિગત રીતે એક દંપતીને 10 લાખમા વિઝા આપ્યા હતા. આ દંપતી તેમનાં પુત્રનાં MIT ગ્રેજ્યુએશન કાર્યક્રમમાં હાજર રહેવા અમેરિકા જઈ રહ્યું હતું. લેડી હાર્ડિંગ કોલેજનાં સિનિયર કન્સલટન્ટ ડૉ. રંજુ સિંહને અમેરિકાની એમ્બેસી તરફથી આ વર્ષે 10 લાખ વિઝા આપવામાં આવ્યા હતા. તેમનાં પતિ પુનિત દર્ગનને તે પછી વિઝા સુપરત કરાયા હતા. આ દંપતી મે 2024માં અમેરિકા જવાના છે. રાજદૂત ગાર્સેટ્ટીએ તેઓ ક્યારે અમેરિકા જવાનાં છે તેની પૂછપરછ કરી હતી અને પ્રવાસી તરીકે ત્યાં જોવાલાયક સ્થળોએ જવા સૂચન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારત, ભારતીયો અને અમેરિકા માટે આ આનંદની વાત છે. પીએમ મોદી અને યુએસ પ્રમુખ બાઇડેને કહ્યું હતું કે ઝડપથી વિઝા આપવા માટે સાથે મળીને કામ કરીશું. અમે અમારી સિસ્ટમ બદલી છે. અમે આ વર્ષે 10 લાખ વિઝા આપવાનો લક્ષ્યાંક પૂરો કર્યો છે.
ગાર્સેટ્ટીએ કહ્યું કે ભારત સાથેની અમેરિકાની ભાગીદારી દ્વિપક્ષીય સંબંધોમાં મહત્વની છે. દુનિયાનાં સૌથી મહત્વનાં સંબંધો પૈકી એક છે. આવનારા સમયમાં અમે અમેરિકાનો પ્રવાસ કરવા વધુને વધુ લોકોને વિઝા આપવા પ્રયાસો કરીશું. લોકોને અમેરિકાનો પ્રવાસ કરવા અને અમેરિકા તેમજ ભારતની મિત્રતાનો અનુભવ કરાવવા વધુ વિઝા આપવામાં આવશે. 2022માં અમે સૌથી વધુ વિઝા પ્રોસેસ કર્યા હતા. જે કોરોના કાળમાં 2019માં આપવામાં આવેલા વિઝા કરતા 20 ટકા વધારે છે.
આ સમાચાર પણ વાંચો : Mobile Network: શું તમે તમારા ખરાબ ફોન નેટવર્કથી પરેશાન છો? તો હવે TRAI કરી રહ્યું છે આ તૈયારી.. વાંચો વિગતે અહીં…
ડોમેસ્ટિક વિઝા રિન્યુઅલ માટે પાઈલટ પ્રોગ્રામ
ગયા વર્ષે 1.2 મિલિયન ભારતીયો અમેરિકા ગયા હતા. વિશ્વમાં કુલ વિઝા અરજદારોમાં ભારતનો હિસ્સો 10 ટકાથી વધુ છે. જેમાં 65 ટકા નોકરી માટેનાં H&L કેટેગરીના વિઝા અને 20 ટકા સ્ટુડન્ટ્સ વિઝાનો સમાવેશ થાય છે. અમેરિકાની એમ્બેસીએ વધુ વિઝા પ્રોસેસ કરવા વધુ સ્ટાફને કામે લગાડયો છે. મિશનની કાર્યક્ષમતા વધારવા તેમજ નવી કેટેગરીમાં વિઝા આપવા માટે નવી નીતિ અપનાવાઈ છે અને પગલાં લેવાયા છે. આવતા વર્ષે લાયકાત ધરાવતા H&L કેટેગરીનાં લોકોને નોકરી માટેનાં વિઝાનું ડોમેસ્ટિક રિન્યુઅલ થઈ શકે તે માટે પાઈલટ પ્રોગ્રામ હાથ ધરવામાં આવશે. ગયા વર્ષે 12 લાખ ભારતીયોએ અમેરિકાની મુલાકાત લીધી હતી અને ચાલુ વર્ષે આ આંકડો તેને પાર કરી જાય તેવી સંભાવના છે.