Site icon

Israel-Hamas war: ઈજિપ્ત સુધી પહોંચી ઇઝરાયેલ-હમાસ યુદ્ધની આગ? ઇજિપ્તના પોલીસકર્મીએ ઇઝરાયલી પ્રવાસીઓને મારી ગોળી, આટલા લોકોની મોત..જાણો કેમ થયું ગોળીબાર..

Israel-Hamas war: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની આંચ હવે ઈજિપ્ત સુધી પહોંચી હોય તેવું લાગી રહ્યું છે. અહીંના એલેકઝેન્ડ્રિયા શહેરમાં રવિવારે એક પોલીસકર્મીએ પર્યટક સ્થળ પર ઇઝરાયેલી ટૂરિસ્ટને ટાર્ગેટ બનાવીને ગોળી મારી દીધી છે.

The fire of Israel-Hamas war reached Egypt?

The fire of Israel-Hamas war reached Egypt?

News Continuous Bureau | Mumbai 

Israel-Hamas war: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની(conflict) આંચ હવે ઈજિપ્ત(Egypt) સુધી પહોંચી હોય તેવું લાગી રહ્યું છે. અહીંના એલેકઝેન્ડ્રિયા શહેરમાં રવિવારે એક પોલીસકર્મીએ(policeman) પર્યટક સ્થળ પર ઇઝરાયેલી ટૂરિસ્ટને(tourist) ટાર્ગેટ બનાવીને ગોળી મારી દીધી છે. આ ઘટનામાં ઇઝરાયેલના 2 અને ઈજિપ્તના એક નાગરિકનું મોત થયું છે. સ્થાનિક મીડિયાના રિપોર્ટમાં આ જાણકારી અપાઈ છે.

Join Our WhatsApp Community

એક્સ્ટ્રા ન્યૂઝ ચેનલે સૂત્રોના હવાલાથી કહ્યું કે- આ ઘટના શહેરના પોમ્પી પિલર પર્યટન સ્થળ પર થઈ. તેમણે જણાવ્યું કે ઘટનામાં એક વ્યક્તિ પણ ઘાયલ થયો છે. સૂત્રોએ જણાવ્યું કે સંદિગ્ધ હુમલાખોરની અટકાયત કરી લેવાઈ છે.

સુરક્ષાદળોએ વિસ્તારને કોર્ડન કરી લીધો છે. મળતી માહિતી મુજબ આ પર્યટન સ્થળ પર હાલ લોકોના અવર-જવર પર રોક લગાવી દેવાઈ છે. હુમલાખોરની ઓળખ ઉજાગર નથી કરાઈ અને તેની પૂછપરછ ચાલી રહી છે. આ ફાયરિંગની પાછળ પોલીસકર્મીનો શું હેતુ હતો તેની જાણકારી હજુ સુધી સામે નથી આવી.

આ સમાચાર પણ વાંચો : Co-operative Societies : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ભારત સરકારે દેશની તમામ સહકારી મંડળીઓને મજબૂત કરવા માટે અનેક પગલાં લીધા..

ઇઝરાયેલી બંધકોને છોડાવવા માટે ઇઝરાયેલે ઈજિપ્તની મદદ માગી…

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં હુમલા બાદના દ્રશ્યો જોવા મળે છે. અહીં ત્રણ એમ્બ્યુલ્સ પીડિતોને હોસ્પિટલ લઈ જતી દેખાઈ છે. ઘટના સ્થળ પર હાજર પોલીસ બેરિયરની પાછળ ઊભેલી છે. ઈજિપ્તમાં થયેલી આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે ઇઝરાયેલ અને પેલેસ્ટાઈનના ચરમપંથીઓ વચ્ચે યુદ્ધ શરુ થયું છે.

આ વચ્ચે ઇઝરાયેલી બંધકોને છોડાવવા માટે ઇઝરાયેલે ઈજિપ્તની મદદ માગી છે. ઈજિપ્તના એક અધિકારીએ કહ્યું કે- ઇઝરાયેલના બંધક બનાવવામાં આવેલા લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઈજિપ્તની મદદ માગી છે. ઈજિપ્તના ગુપ્તચર પ્રમુખે હમાસ અને ઈસ્લામિક જિહાદીઓનો સંપર્ક કર્યો છે.

અધિકારીના જણાવ્યા મુજબ પેલેસ્ટાઈનના નેતાઓએ દાવો કર્યો કે બંધકો અંગે સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થયું નથી. તેમણે કહ્યું કે- ગાઝા લાવવામાં આવેલા લોકોને ક્ષેત્રમાં સુરક્ષિત સ્થાનો પર લઈ જવાયા છે. તેમણે કહ્યું- તે વાત સ્પષ્ટ છે કે તેમી સંખ્યા મોટી છે. તેઓ અનેક ડઝન છે. અધિકારીએ કહ્યું કે- ઈજિપ્તના ગુપ્તચર વિભાગના અધિકારીઓએ સંભવિત સંઘર્ષવિરામને લઈને પણ બંને પક્ષો સાથે વાત કરી છે, પરંતુ ઇઝરાયેલ હાલ એવું નથી ઈચ્છતું.

Mali Terrorism: મોટો ખતરો,માલીમાં અલ-કાયદા અને ISISની આડમાં આતંકવાદીઓએ ૫ ભારતીય કામદારોનું અપહરણ કર્યું.
US-Venezuela tensions: અમેરિકા-વેનેઝુએલા તણાવમાં પુતિનનો માસ્ટરસ્ટ્રોક! અમેરિકા હુમલો કરે તે પહેલાં જ આઘાતજનક ચાલ, ટ્રમ્પ જોતા રહી ગયા
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પનું ભારત આવવાનું એલાન: PM મોદીને ગણાવ્યા ‘મહાન વ્યક્તિ’, ટ્રમ્પની જાહેરાતથી રાજકારણમાં ગરમાવો!
US shutdown: અમેરિકાની અર્થવ્યવસ્થા પર મોટો ખતરો: શટડાઉનને કારણે લાખો લોકો બેરોજગાર, GDP દરમાં નોંધપાત્ર ઘટાડો
Exit mobile version