ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૮ જૂન ૨૦૨૧
સોમવાર
બ્રિટેનમાં સ્વાથ્યપ્રધાનના અભદ્ર વ્યવહારને કારણે હોબાળો મચી ગયો છે. કોરોનામાં કિસ કરવાને કારણે આરોગ્યપ્રધાને રાજીનામું આપવું પડ્યું છે. બ્રિટનના આરોગ્યપ્રધાન મેટ હેનકોક પર કોરોના મહામારીમાં પોતાની સહકર્મીને કિસ કરવાનો આરોપ મુકાયો હતો. કોવિડ પ્રોટોકૉલના ઉલ્લંઘનના આરોપ બાદ બ્રિટનના આરોગ્યપ્રધાન મેટ હેનકોકે વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને પત્ર લખી રાજીનામું આપ્યું છે.
તાજેતરમાં ઑફિસના સહકાર્યકરને ચુંબન કરતો તેમનો એક ફોટો સામે આવ્યો હતો અને તેમના પર કોવિડ દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરવાનો આરોપ મુકાતાં હોબાળો મચી ગયો હતો. આ અંગે તેમની ઑફિસના કર્મચારીઓમાં પણ રોષ હતો. હેનકોકે પણ નિયમોના ઉલ્લંઘન બદલ માફી માગી હતી. તેમના રાજીનામા બાદ UKના ભૂતપૂર્વ નાણાપ્રધાન સાજિદ જાવિદને આરોગ્યપ્રધાન નીમવામાં આવ્યા છે.
હેનકોકે જહોન્સનને લખેલા પત્રમાં કહ્યું કે “લોકોએ આ મહામારીમાં જે બલિદાન આપ્યું છે એના માટે હું ઋણી છું. આવી સ્થિતિમાં, તેમની સાથે પ્રામાણિક રહેવાની જવાબદારી પણ મારી બને છે. મેં નિયમોનું ઉલ્લંઘન કરી તેમને નિરાશ કર્યા છે.”