Site icon

કોરોનામાં કિસ કરવી પ્રધાનને ભારે પડી; સ્વાસ્થ્યપ્રધાનના પદેથી આપવું પડ્યું રાજીનામું;જાણો શું છે સમગ્ર ઘટના

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૮ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

બ્રિટેનમાં સ્વાથ્યપ્રધાનના અભદ્ર વ્યવહારને કારણે હોબાળો મચી ગયો છે. કોરોનામાં કિસ કરવાને કારણે આરોગ્યપ્રધાને રાજીનામું આપવું પડ્યું છે. બ્રિટનના આરોગ્યપ્રધાન મેટ હેનકોક પર કોરોના મહામારીમાં પોતાની સહકર્મીને કિસ કરવાનો આરોપ મુકાયો હતો. કોવિડ પ્રોટોકૉલના ઉલ્લંઘનના આરોપ બાદ બ્રિટનના આરોગ્યપ્રધાન મેટ હેનકોકે વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને પત્ર લખી રાજીનામું આપ્યું છે.

તાજેતરમાં ઑફિસના સહકાર્યકરને ચુંબન કરતો તેમનો એક ફોટો સામે આવ્યો હતો અને તેમના પર કોવિડ દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરવાનો આરોપ મુકાતાં હોબાળો મચી ગયો હતો. આ અંગે તેમની ઑફિસના કર્મચારીઓમાં પણ રોષ હતો. હેનકોકે પણ નિયમોના ઉલ્લંઘન બદલ માફી માગી હતી. તેમના રાજીનામા બાદ UKના ભૂતપૂર્વ નાણાપ્રધાન સાજિદ જાવિદને આરોગ્યપ્રધાન નીમવામાં આવ્યા છે.

પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની બોર્ડર સીલ થશે. આતંકવાદીઓના આશ્રયસ્થાન પાકિસ્તાનને તાલીબાનનો ડર સતાવી રહ્યો છે. જાણો વિગત…

હેનકોકે જહોન્સનને લખેલા પત્રમાં કહ્યું કે “લોકોએ આ મહામારીમાં જે બલિદાન આપ્યું છે એના માટે હું ઋણી છું. આવી સ્થિતિમાં, તેમની સાથે પ્રામાણિક રહેવાની જવાબદારી પણ મારી બને છે. મેં નિયમોનું ઉલ્લંઘન કરી તેમને નિરાશ કર્યા છે.”

Chabahar Port: ચાબહાર પર અમેરિકાના નિર્ણયથી ભારતને મોટું નુકસાન, આ યોજનાઓ પર લાગશે બ્રેક.
Pakistan: શું પાકિસ્તાન પોતાની પરમાણુ શક્તિ સાઉદી અરબને આપશે? સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કહી આવી વાત
Donald Trump: H-1B વિઝા માટે ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, અરજી ફી માં કર્યો અધધ આટલો વધારો
Donald Trump Statement: ટ્રમ્પના ‘બગ્રામ એરબેસ’ પ્લાનથી વધ્યો તણાવ, ચીન અને તાલિબાને આપી આવી પ્રતિક્રિયા
Exit mobile version