ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૪ જૂન ૨૦૨૧
શુક્રવાર
ડોમિનિકાથી ભાગેડુ મેહુલ ચોકસીને પરત લાવવા ભારત દ્વારા મોકલાયેલ કતાર ઍરવેઝનું ખાનગી જેટ લગભગ સાત દિવસ બાદ પાછું ફર્યું હોવાનું જાહેર ઉડાનના આંકડામાં જણાયું છે. કતારની એક્ઝિક્યુટિવ ફ્લાઇટ A7CEE 28 મેના રોજ સવારે 3.44 વાગ્યે દિલ્હી આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી ચોકસી વિરુદ્ધના કેસ સંબંધિત જરૂરી દસ્તાવેજો લઈને નીકળી હતી.
આ વિમાનને લગભગ સાત દિવસ સુધી મેરીગોટમાં પાર્ક કરવામાં આવ્યું હતું. હાઈકોર્ટે ગુરુવારે ચોકસીની અરજી પર સુનાવણી મોકૂફ રાખતાં જેટ 3 જૂને ડોમિનિકાના મેલ્વિલ હોલ ઍરપૉર્ટથી પરત આવવા ઉપાડ્યું હતું. સાર્વજનિક રૂપે ઉપલબ્ધ ફ્લાઇટ પાથ મેડ્રિડ તરફ જતાં આ જેટને બતાવે છે. જોકેભારતીય એજન્સીઓએ આ વાતની પુષ્ટિ કરી નથી કે ચોકસીને પરત લાવવા ગયેલી તેમની ટીમો ફ્લાઇટમાં પરત આવી રહી છે કે નહીં.
ઠાકરે સરકારમાં એક મુખ્યમંત્રી છે કે પાંચ? દેવેન્દ્ર ફડનવીસ નો કટાક્ષ
એક મીડિયા રિપૉર્ટ અનુસાર, જજ બર્ની સ્ટીફન્સન ચોકસીના મામલાની સુનાવણીની આગામી તારીખ બંને પક્ષોને મળ્યા બાદ નક્કી કરશે. ઉલ્લેખનીય છે કે ગુરુવારે હાઈકોર્ટની ઇમારત બહાર લોકોએ પ્લેકાર્ડ સાથે પ્રદર્શન કર્યું હતું અને મેહુલ ત્યાં કઈ રીતે આવ્યો એ મામલાની પૂર્ણ તપાસ કરવાની વિનંતી કોર્ટને કરી હતી. આ સંદર્ભે કોર્ટે સુનાવણી દરમિયાન આ લોકો સાથે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા વાત પણ કરી હતી.