ગેટ સેટ ગો: કોરોના મહામારી વચ્ચે આજથી ટોક્યો ઓલિમ્પિકનું શુભારંભ, આટલા હજારથી વધુ ખેલાડીઓ બતાવશે દમ   

by Dr. Mayur Parikh

કોરોનાના કારણે એક વર્ષના લાંબા બ્રેક બાદ આજથી જાપાનની રાજધાની ટોક્યોમાં રમતોના મહાકુંભ ઓલિમ્પિકનો શુભારંભ થશે. 

18 દિવસ ચાલનારા ટોક્યો ઓલિમ્પિક રમતોત્સવમાં કુલ 33 રમતોમાં દાવ પર લાગેલા 339 ગોલ્ડ મેડલ જીતવા માટે વિશ્વના 205 દેશોના 11 હજારથી પણ વધુ એથ્લિટ્સ સ્પર્ધામાં ભાગ લેશે. 

ભારતીય સમય પ્રમાણે આજ સાંજે 4.30 વાગ્યાથી શરૂ થનારા ઉદ્ઘાટન સમારંભ સમયે સ્ટેડિયમમાં માત્ર ગણતરીના આમંત્રિતો જ હાજરી આપશે.

મહામારીના કારણે આ ટુનામેન્ટ બંધ દરવાજા પાછળ રમાશે એટલે કે દર્શકોને મેદાનમાં આવવાની મંજૂરી મળશે નહીં. 

મહામારીનો પ્રકોપ હજુ પણ યથાવત્ છે અને ઓલિમ્પિકમાં ભાગ લેવા આવેલા કેટલાક ખેલાડીઓ પણ કોરોનાગ્રસ્ત થઇ ચૂક્યા છે.

મુંબઈમાં ધોધમાર વરસાદથી તબાહી, શહેરના આ વિસ્તારમાં બિલ્ડીંગ ધરાશાયી થતા આટલા લોકોના નિપજ્યા મોત ; જાણો વિગતે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More