કોરોનાના કારણે એક વર્ષના લાંબા બ્રેક બાદ આજથી જાપાનની રાજધાની ટોક્યોમાં રમતોના મહાકુંભ ઓલિમ્પિકનો શુભારંભ થશે.
18 દિવસ ચાલનારા ટોક્યો ઓલિમ્પિક રમતોત્સવમાં કુલ 33 રમતોમાં દાવ પર લાગેલા 339 ગોલ્ડ મેડલ જીતવા માટે વિશ્વના 205 દેશોના 11 હજારથી પણ વધુ એથ્લિટ્સ સ્પર્ધામાં ભાગ લેશે.
ભારતીય સમય પ્રમાણે આજ સાંજે 4.30 વાગ્યાથી શરૂ થનારા ઉદ્ઘાટન સમારંભ સમયે સ્ટેડિયમમાં માત્ર ગણતરીના આમંત્રિતો જ હાજરી આપશે.
મહામારીના કારણે આ ટુનામેન્ટ બંધ દરવાજા પાછળ રમાશે એટલે કે દર્શકોને મેદાનમાં આવવાની મંજૂરી મળશે નહીં.
મહામારીનો પ્રકોપ હજુ પણ યથાવત્ છે અને ઓલિમ્પિકમાં ભાગ લેવા આવેલા કેટલાક ખેલાડીઓ પણ કોરોનાગ્રસ્ત થઇ ચૂક્યા છે.
