હાલ મોટા ભાગના દેશો માં વેક્સિનેશનની ઝડપ અપેક્ષા અને લક્ષ્ય કરતાં અત્યંત ધીમી છે.
અમેરિકાએ ૩ મહિનામાં આશરે 30% વસતીને વેક્સિન આપવાની યોજના બનાવી છે પણ ત્યાં ફક્ત 1.46% લોકોને જ વેક્સિન લગાવી શકાઈ છે.
જર્મની અને ફ્રાન્સે માર્ચ સુધીમાં 12% લોકોને વેક્સિન આપવાની વાત કહી છે પણ આ દેશ અત્યાર સુધી 1%નો આંકડો પણ પાર નથી કરી શક્યા.