Site icon

મ્યાનમાર બાદ હવે આ દેશમાં સરકારનું વિસર્જન, સૈનિકોએ કેબિનેટ સભ્યોની કરી ધરપકડ ;કટોકટીની સ્થિતિ જાહેર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 26 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

સુદાનની સરકાર વિખેરી નાખવામાં આવી છે અને સૈનિકો દ્વારા કેબિનેટ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. 

સાથે જ સુદાનના જનરલ ફતાહ અલ-બુરહાને દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે.

નાગરિક તથા સૈન્યનેતાઓની સંયુક્ત સમિતિના વડા જનરલ અબ્દીલ ફતેહ બુરહાનનું કહેવું છે કે રાજનેતાઓની આંતરિક લડાઈને કારણે તેમને આ પગલું લેવું પડ્યું છે.

સુદાનની રાજધાની ખાર્તુમમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે અને ઇન્ટરનેટ સેવાઓને બંધ કરી દેવામાં આવી છે .

સુદાન પર લાંબાગાળાથી ઓમર અલ-બશીરનું શાસન હતું. બે વર્ષ પહેલાં સૈન્ય અને નેતાઓએ મળીને સત્તાપરિવર્તન કર્યું હતું અને હંગામી સંક્રાંતિકાળ સરકારની સ્થાપના કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે  સુદાન અગાઉથી જ આર્થિક સંકટમાં સપડાયેલું છે અને આંતરરાષ્ટ્રીય આર્થિક મદદથી તે બેઠું થવા પ્રયાસ કરી રહ્યું હતું, પરંતુ સેના દ્વારા તખ્તાપલટ બાદ તેમાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.

Strait of Hormuz Security: ઈરાનના ‘હોર્મુઝ ચોકપોઈન્ટ’ પર ટ્રમ્પની સીધી નજર! ભારત સહિત અનેક દેશોને મોટી રાહત આપતી વ્યૂહરચનાનો ખુલાસો; વાંચો લેટેસ્ટ અપડેટ
US Firing Missiles from Indian Ports?: દુનિયામાં ચર્ચા, પણ ભારતનું વલણ સ્પષ્ટ! ભારતીય બંદરો અને અમેરિકી મિસાઈલના દાવા પાછળનું શું છે રહસ્ય? વાંચો વિદેશ મંત્રાલયનો ખુલાસો
Russia India Oil Deal: ઈરાન જંગ વચ્ચે રશિયા-ભારત વચ્ચે મોટી ડીલ, ૯૫ લાખ બેરલ તેલ મોકલશે પુતિન; જાણો કેવી રીતે ભારતને થશે ફાયદો..
Middle East War Day 6: અમેરિકાએ ડુબાડ્યું ઈરાની યુદ્ધજહાજ, ઈઝરાયેલ પર મિસાઈલ વર્ષા; મધ્ય પૂર્વમાં સ્થિતિ બેકાબૂ, જાણો લેટેસ્ટ અપડેટ.
Exit mobile version