Site icon

બ્રિટનનો અજબ કિસ્સો: આત્મહત્યા કઈ રીતે કરવી તેની રીતસર ચર્ચા કરવા માટે વોટસએપ ગ્રુપ બન્યું; જેમાંથી શીખીને લોકો આત્મહત્યા પણ કરે છે

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 8 ઓક્ટોબર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

લોકો વોટ્સએપ ઉપર જાતજાતના ગ્રુપ બનાવે છે. સ્કૂલ-કોલેજ-ઓફિસના મિત્રોનું ગ્રૂપ હોય, પારિવારિક ગ્રૂપ કે પછી સોસાયટી કે બિઝનેસ ગ્રૂપ હોય. તમે ક્યારેય સાંભળ્યું છે કે આત્મહત્યા કઈ રીતે કરી શકાય તેની ચર્ચા કરવા માટે પણ કોઈ ગ્રૂપ હોઈ શકે? બ્રિટનમાં આવું એક ગ્રુપ બન્યું છે. જેણે લોકોમાં ભયનો માહોલ ઉભો કરી દીધો છે. આ ગ્રુપના ચાર લોકોએ આત્મહત્યા કર્યા બાદ પોલીસ પણ ચિંતામાં મુકાઈ છે.

બ્રિટન મીડિયાના અહેવાલ મુજબ પોલીસને એમી સ્પ્રિંગર નામની યુવતી સહિત ત્રણ લોકોની લાશ મળી હતી. તપાસ કર્યા બાદ ખબર પડી કે આ ચારેય જણે એક જ રીતે આત્મહત્યા કરી હતી અને તેઓ  સ્યુસાઈડ વોટ્સએપ ગ્રુપના સદસ્ય હતા. જ્યાં બધાએ મળીને આત્મહત્યા કરવાના જુદા જુદા રસ્તાઓ વિશે ચર્ચા કરી હતી. બધી જ આત્મહત્યાઓના તાર જોડાયેલા હોવાનું જોઇને પોલીસ પણ હેરાન છે. 

એક કલાકમાં 25 હજાર કાર વેચાઇ : જાણો મેક ઈન ઇન્ડિયાની એ ગાડી વિશે
 

પોલીસને પ્રાથમિક તપાસમાં ખબર પડી કે લાંબા સમયથી એમી ડિપ્રેશનની શિકાર હતી. વર્ષ 2020માં તે 15 વાર ઘર છોડીને ભાગી ગઈ હતી અને વર્ષ 2021માં 3 વાર નાસી છુટી હતી. તેણે ઘણીવાર પોતાને હાનિ પહોંચાડવાનો પ્રયત્ન પણ કર્યો હતો.

 બાળપણમાં એમીના નાનાભાઈના મૃત્યુ થયા બાદ તેના પરિવારની પરિસ્થિતિ બગડી ગઈ હતી. જેથી તે ડિપ્રેશનમાં આવી ગઈ કહેવાય રહ્યું છે.  ક પોતાની મોતના કેટલાક અઠવાડિયા પહેલા તેનું સ્વાસ્થ્ય સુધરી ગયું હતું, પરંતુ આ વોટ્સએપ ગ્રુપમાં જોડાયા બાદ ફરી ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા કરી નાખી.

India-EU FTA: ટ્રમ્પ અને જિનપિંગ જોતા રહી જશે! ભારત અને EU વચ્ચે ‘મધર ઓફ ઓલ ડીલ્સ’ ની તૈયારી; જાણો શું છે ભારતનો પ્લાન B
Donald Trump: ભારતને મળશે ટેરિફમાંથી મુક્તિ? ટ્રમ્પ પ્રશાસને આપ્યા 25% ડ્યુટી હટાવવાના સંકેત; ભારતીય નિકાસકારોમાં ખુશીની લહેર.
Trump Warns Canada on China: કેનેડાની ભૂલ અને ચીનનો ફાયદો? ડોનાલ્ડ ટ્રમ્પની ભવિષ્યવાણીથી ખળભળાટ; ગ્રીનલેન્ડ પ્રોજેક્ટ પરના વિરોધ સામે ટ્રમ્પે વાપર્યા આકરા શબ્દો
Russia-Ukraine War Update: યુદ્ધ રોકવા માટે અબુ ધાબી બન્યું મધ્યસ્થી! રશિયા અને યુક્રેનના અધિકારીઓ વચ્ચે ગુપ્ત બેઠકની તૈયારી; શું પુતિન અને ઝેલેન્સકી માનશે?.
Exit mobile version