ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,12 જાન્યુઆરી 2022
બુધવાર.
વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં અમેરિકામાં કોરોનાનો ઓમિક્રોન વેરિઅન્ટ તબાહી મચાવી રહ્યો છે. અહીંની હોસ્પિટલોમાં દાખલ દર્દીઓની સંખ્યાએ અગાઉની લહેરના પીકનો રેકોર્ડ તોડી નાખ્યો છે. મીડિયા માં પ્રકાશિત થયેલા અહેવાલો અનુસાર, અત્યંત ચેપી ઓમિક્રોન વેરિઅન્ટના ફેલાવા વચ્ચે ગઈકાલે 13 લાખ કેસ નોંધાયા હતા. આ અગાઉનો રેકોર્ડ 3જી જાન્યુઆરીએ 10 લાખ કેસનો હતો.
ઓમિક્રોન સ્ટ્રેઈન ઓછા ગંભીર પ્રકાર તરીકે હોવા છતાં, અમેરિકામાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા વધી રહી છે, અને ત્રણ અઠવાડિયામાં બમણી થઈ છે. ચિંતાનો વિષય છે કે છેલ્લા બે અઠવાડિયાની સરેરાશ કરતાં ૮૩% વધુ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. મોટાભાગના દાખલ દર્દીઓની ઉંમર ૬૦ વર્ષથી ઓછી છે. ૬૦ વર્ષથી ઉપરના દર્દીઓના હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા હજુ પણ ગયા વર્ષની સરખામણીએ ઓછી છે.
સાવધાનઃ રેલવેના ઈન્ટરલોકિંગના કામને કારણે આ રાજયોમાં જતી ટ્રેનોને થશે અસર જાણો વિગત
હોસ્પિટલમાં દાખલ કરાયેલા કુલ દર્દીઓમાં એવા લોકોનો પણ સમાવેશ થાય છે જેઓ અન્ય કોઈ બીમારીની સારવાર માટે આવ્યા હતા અને તપાસ દરમિયાન સંક્રમિત આવ્યા હતા. કોરોના વાયરસ સામે લડવા માટે અમેરિકા અને બ્રિટનની સરકારોના વૈજ્ઞાનિકોએ એક નવો ‘ન્યુ નોર્મલ પ્લાન’ તૈયાર કર્યો છે. વાયરસથી પ્રભાવિત બંને દેશોના વૈજ્ઞાનિકોનું માનવું છે કે હવે લગભગ બે વર્ષ પછી વાયરસને ખતમ કરવાનો વિચાર ખતમ કરવો પડશે. તેના બદલે, વાયરસનો સામનો કરવા માટે વધુ સારી વ્યૂહરચના બનાવવી પડશે. અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડનના સલાહકાર એવા ત્રણ વૈજ્ઞાનિકોએ આ રિપોર્ટ તૈયાર કર્યો છે.