Site icon

અમેરિકામાં દરિયામાં તરતુ મળ્યું ડ્રગ્સ, બજારમાં છે આટલા કરોડની કિંમત. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 13 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Community

સોમવાર.    

અમેરિકામાં દરિયા કિનારા પર તરતુ સાડા સાત કરોડ રૂપિયાની કિંમતનો ડ્રગ્સનો જથ્થો એક યુવકને મળી આવ્યો છે. જોકે ઈનામદારી દેખાડતા આ યુવકે તરત તેની જાણ પોલીસને કરી હતી. પોલીસે પણ તેની ઈમાનદારીને બિરદાવી હતી.

એક અખબારમાં આવેલા અહેવાલ મુજબ આ યુવક ફ્લોરિડાના દરિયા કિનારા પર રજા માણવા ગયો હતો. એ સમયે તેને દરિયાના પાણીમાં તરી રહેલા પેકેટસ દેખાયા હતા. તેણે તુરંત તે પેકેટસને  ભેગા કર્યા હતા. કિનારા પર લાવીને તેણે જોયા તો તે સીલ પેક હતા, તેથી તેણે તુરંત પોલીસને જાણ કરી હતી. 

પોલીસે આ લાવારિસ હાલતમાં રહેલા પેકેટસ જોયા તો તેમના હોશ ઊડી ગયા હતા. આ પેકેટમાં ડ્રગ્સ હતા. કુલ મળીને 30 કિલોગ્રામ ડ્રગ્સ આ પેકેટમાંથી મળી આવ્યું હતું. જેની કિંમત 10 લાખ ડોલર એટલે કે સાડા સાત કરોડ રૂપિયા છે. પોલીસે આ ડ્રગ્સ જપ્ત કરીને તપાસ ચાલુ કરી હતી. સાથે જ આ યુવકની હિંમત અને ઈમાનદારીને પણ બિરદાવી હતી.

મોટા સમાચાર : જમીન આપવામાં આ લોકોએ કરી મદદ, LOC નજીક શારદાપીઠ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ; જાણો વિગતે 

અહીં ઉલ્લેખનીય છે કે વર્ષની શરૂઆતમાં પણ આ રીતે જ ફ્લોરિડામાં દરિયા કિનારામાં 11 કરોડ રૂપિયાની કિંમતના ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હતા. અમુક લોકોએ પોલીસને જાણ કરતા આ બનાવ પ્રકાશમાં આવ્યો હતો.

MODI IN ISRAEL: પીએમ મોદીનો પ્રવાસ પૂર્ણ, ૨૭ કરારો સાથે ભારત પરત ફરશે; એરપોર્ટ પર ભાવુક વિદાયના દ્રશ્યો..
Patience Has Run Out:ભારતની એન્ટ્રીથી પાકિસ્તાન ફફડ્યું! રક્ષામંત્રી ખ્વાજા આસિફનો સનસનીખેજ આરોપ- ‘તાલિબાને અફઘાનિસ્તાનને ભારતની કોલોની બનાવી દીધું’..
Pakistan-Afghanistan War:પાકિસ્તાન વિરુદ્ધ અફઘાનિસ્તાન: મધરાતે એરસ્ટ્રાઈક બાદ તાલિબાને પાકિસ્તાની સેનાને પાઠ ભણાવ્યો? જાણો અત્યાર સુધીના મોટા અપડેટ્સ.
Donald Trump: અમેરિકામાં ‘લીગલ વોર’: ટેરિફ બાદ હવે ડિપોર્ટેશન પોલિસી પર કોર્ટની લાલ આંખ; ટ્રમ્પના કડક નિર્ણયોને લાગી રહ્યું છે ગ્રહણ.
Exit mobile version