205
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૬ મે 2021
ગુરૂવાર
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને એક વિવાદાસ્પદ નિર્ણય લીધો છે. આ નિર્ણય મુજબ ભારતમાં મોજુદ ઓસ્ટ્રેલિયન નાગરિક હવે પોતાના દેશમાં પરત નહીં જઈ શકે. ભારતમાં કોરોના નો પ્રકોપ વધ્યો હોવાને કારણે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એ આ નિર્ણય લીધો છે.
જોકે આ નિર્ણય હવે કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાની કોર્ટમાં આ નિર્ણયની વિરૂદ્ધ માં જે યાચિકા દાખલ કરવામાં આવી છે તેને કારણે વડાપ્રધાન આબાદ ફસાયા છે. હવે તેમણે સંપૂર્ણ વિષય સંદર્ભે પોતાનું વલણ બદલ્યું છે. જોકે અત્યાર સુધી પોતાના ભારત સંદર્ભે આ નિર્ણયને તેમણે બદલ્યો નથી પરંતુ આવનાર દિવસમાં યુ-ટર્ન લે તો નવાઈ નહીં.
સુરક્ષાદળોએ આતંકીઓના મનસૂબા નિષ્ફળ બનાવ્યા, 3 આતંકીઓ ઠાર કરાયા
You Might Be Interested In