ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૨ જૂન ૨૦૨૧
શનિવાર
કહેવાય છે કે પ્રેમ કરવાની કોઈ ઉંમર નથી હોતી, પરંતુ કોઈ પ્રેમી પંખીડાં ૯૫ વર્ષની ઉંમરે લગ્નના બંધનમાં બંધાઈ જાય, એવું તો ફિલ્મોમાં પણ બહુ જૂજ બનતું હોય છે. ન્યૂ યૉર્કમાં રહેતા પત્ની ગુમાવનાર જ્હૉન સ્લ્ત્ઝ અચાનક જૉય મોરો-નલ્ટનને મળ્યા હતા. મુલાકાત બાદ જૉય અને જ્હૉનને બંને જીવનના એક જ તબક્કે હોવાનું અને સમાન લાગણીઓ હોવાનું સમજાયું હતું.
બંનેએ કોરોનાના સમયગાળા દરમિયાન એકબીજાને મળવાનું બંધ કર્યું ન હતું. ઉપરાંત બંનેએ સાથે મળીને કોવેક્સિનનો ડોઝ લીધો હતો. કોવિડના નિયમો હળવા થયા બાદ, તેમનાં બંનેનાં જીવન પાટા પર ચઢી ગયાં હતાં. આ દરમિયાન બંનેને એકબીજાને વધુ સારી રીતે સમજવાની તક મળી અને સંબંધ વધુ મજબૂત બન્યા. એ દરમિયાન અચાનક જહૉન શલ્ત્ઝે લગ્ન માટે જૉય મોરોને પ્રસ્તાવ મૂક્યો હતો અને જૉયે તેને સ્વીકાર્યો હતો.
ગુજરાતમાં નવાજૂનીનાં એંધાણ, લેઉવા અને કડવા પટેલની સંયુક્ત બેઠક મળી; આમ આદમી પાર્ટીનાં વખાણ થયાં
જોકે લગ્ન સુધીની સફર પૂર્ણ કરવામાં બંનેને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક લોકોએ તેમના નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કર્યું અને કેટલાક લોકોએ હાંસી ઉડાવી હતી, પરંતુ જ્હૉન અને જૉય માને છે કે સાચો પ્રેમ મેળવવા માટે યુવાન હોવું જરૂરી નથી. બાળકો પણ પિતાના આ નિર્ણયથી ખુશ છે.