હાઉડી મોદી સમયે અમેરિકા સાથે થયેલો આ મોટો કરાર રદ થયો; જાણો શું છે સમગ્ર મામલો

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૦ જૂન ૨૦૨૧

ગુરુવાર

પેટ્રોનેટ એલએનજી દ્વારા વર્ષ ૨૦૧૯માં હાઉડી મોદી કાર્યક્રમ સમયે થયેલો લિક્વિફાઇડ નૅચરલ ગૅસની આયાતનો કરાર આખરે રદ થયો છે. ભારતીય પેટ્રોનેટ એલએજી લિમિટેડે સપ્ટેમ્બર ૨૦૧૯માં અમેરિકામાં આ કાર્યક્રમ દરમિયાન ૪૦ વર્ષની ગૅસ સપ્લાયના બદલામાં અમેરિકાના ટેલ્યુરિયનના એનએલજી પ્રોજેક્ટમાં ૨.૫ અબજ ડૉલરનું મૂડીરોકાણ કરવાનો કરાર કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ૨૧ સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ અમેરિકાના હ્યુસ્ટનની મુલાકાત વખતે 'હાઉડી મોદી' કાર્યક્રમ દરમિયાન આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરાર વિદેશમાં શેલ ગૅસની નિકાસ કરવા માટે અમેરિકામાં થયેલા સૌથી મોટા વિદેશી રોકાણમાંનું એક હતું. આ કરારમાં ટેલ્યુરિયન ઇન્કના પ્રસ્તાવિત ડ્રિફ્ટવુડ એલએનજી ટર્મિનલથી ૪૦ વર્ષ માટે એલએનજીની વાર્ષિક ૫૦ લાખ ટન સુધીની ખરીદી માટે સમજૂતી થઈ હતી.

બાબા રામદેવને વધુ એક ઝટકો. ભૂતાન પછી આ દેશે પણ કોરોનિલ પર રોક લગાવી. જાણો વિગત

આ કરારની આરંભિક સમજૂતી હવે સમાપ્ત થઈ છે. આ આરંભિક સમજૂતીની સમયમર્યાદા અગાઉ ત્રણ વખત લંબાવવામાં આવી હતી. ટેલુરિયન્સ તરફથી પણ આ સમજૂતી આગળ વધારવા માટે કોઈ વિનંતી મળી નથી. જોકેઆ વિષે કંપનીએ કોઈ વિસ્તૃત માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. એક મીડિયા અહેવાલ મુજબ ભારતીય કંપની દ્વારા રજૂ કરાયેલા ભાવે વિદેશી કંપની એલએનજી આપવા તૈયાર ન હતી. તેથી આખરે મૂડીરોકાણ કરવાની આ સમજૂતી દોઢ વર્ષ બાદ પડતી મૂકવાનો નિર્ણય લેવાયો છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More