ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૭ મે ૨૦૨૧
ગુરુવાર
કોરોનાના આ મુશ્કેલીના કાળ વચ્ચે પાકિસ્તાનમાં એક અતિવિચિત્ર કાયદો ઘડાવા જઈ રહ્યો છે. એ અનુસાર હવે જો ૧૮ વર્ષથી વધુ ઉંમરના કોઈ યુવક લગ્ન ન કરે તો તેમનાં માતા-પિતાને દંડ કરવામાં આવશે. આ કાયદાનું બિલ પણ રજૂ કરાયું છે.
પાકિસ્તાનના સિંધ પ્રાંતના ધારાસભ્ય સૈયદ અબ્દુલ રશીદે સિંધ વિધાનસભામાં સિંધ મેન્ડેટરી મૅરેજ ઍક્ટનો મુસદ્દો તૈયાર કર્યો છે. આ કાયદો સમાજમાં બળાત્કાર, અનૈતિકતા અને ગુનાખોરીને ઘટાડવા માટેનો એક પ્રયાસ છે એમ કહેવામાં આવી રહ્યું છે. કાયદામાં માતા-પિતાએ તેમના બાળકનાં લગ્ન કેમ ન કર્યાંએ અંગેનું ઍફિડેવિટ આપવાની માગ કરવામાં આવી છે. ઉપરાંત, જે માતા-પિતા ઍફિડેવિટ આપવામાં અસમર્થ છે, તેમને ૫૦૦ રૂપિયા દંડ ભરવો પડશે.
બોલો શું કહેશો? ભારતના પાડોશી દેશ કોરોનાની લાખો રસી કચરામાં ફેંકશે; જાણો ચોંકાવનારી વિગત
આ બાબતે ધારાસભ્ય રાશિદે સ્થાનિક મીડિયાને કહ્યું કે “સમાજમાં બાળકોનું જાતીય શોષણ, બળાત્કાર અને અત્યાચારની ઘટનાઓ બની રહી છે. એને રોકવા માટે, મુસ્લિમ મહિલાઓ અને પુરુષોને લગ્ન માટે ૧૮ વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે.” રશીદે ઉમેર્યું હતું કે “૧૮ વર્ષની વય પૂર્ણ કરી ચૂકેલા યુવકોનાં લગ્નની જવાબદારી તેમનાં માતા-પિતા પર છે.” આ ધારાસભ્યનું માનવું છે કે આ કાયદાથી સમાજમાં ગુનાખોરીનો દર નીચે આવશે.