ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 નવેમ્બર, 2021
ગુરુવાર
ચીનના શાંઘાઈ શહેરમાં ડિઝનીલેન્ડ પાર્ક અચાનક બંધ કરી દેવામાં આવ્યું છે. વાત એમ છે કે અહીં આવેલા પ્રવાસીઓ માંથી એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ આ પાર્ક ને સીલ કરી દેવામાં આવ્યું. તેમજ પાર્કની અંદર રહેલા ૩૦,૦૦૦ લોકોને ત્યાં જ રહેવા જણાવવામાં આવ્યું. સરકારી આદેશ મુજબ ૩૦ હજાર લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો. જેટલા લોકોના પરિણામ નેગેટિવ આવ્યા છે.તેમને 14 દિવસ સુધી સરકારી કોવિડ સેન્ટરમાં મુકામ આપવામાં આવ્યો છે. તેમજ જે લોકો પોઝીટીવ છે તેમને હોસ્પિટલ ભેગા કરવામાં આવ્યા છે.
આમ પોતાનું મનોરંજન કરવા ગયેલા હજારો લોકો અત્યારે અટવાઈ પડ્યા છે.
